31મી ડિસેમ્બરને લઇને પોલીસનો એક્શન પ્લાન:નવા વર્ષની ઉજવણીમાં માત્ર 35 મિનિટ જ ફટાકડાં ફોડી શકાશે

31મી ડિસેમ્બરને લઇને પોલીસનો એક્શન પ્લાન:નવા વર્ષની ઉજવણીમાં માત્ર 35 મિનિટ જ ફટાકડાં ફોડી શકાશે
31મી ડિસેમ્બરને લઇને પોલીસનો એક્શન પ્લાન:નવા વર્ષની ઉજવણીમાં માત્ર 35 મિનિટ જ ફટાકડાં ફોડી શકાશે31મી ડિસેમ્બરને લઇને પોલીસનો એક્શન પ્લાન:નવા વર્ષની ઉજવણીમાં માત્ર 35 મિનિટ જ ફટાકડાં ફોડી શકાશે
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેપોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં શહેરની તમામ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 31મી ડિસેમ્બર સુધી બ્રેથ એનાલાઇઝરની મદદથી વિવિધ ટીમ રાતના સમયે ડ્રીંક એન્ડ ડ્રાઇવની તપાસ કરશે. ખાસ કરીને શહેરના સિંધુ ભવન રોડ, એસ પી રીંગ રોડ તેમજ એસ. જી હાઇવે પર વિશેષ બંદોબસ્ત રહેશે. નવા વર્ષની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે બંદોબસ્તને લઇને એક્શન પ્લાન  તૈયાર કર્યો છે. જેમાં  31મી ડિસેમ્બરની સાંજથી મોડી રાતના ત્રણ વાગ્યા સુધી શહેરની તમામ પોલીસને બંદોબસ્તમાં રખાશે. જેમાં શહેરમાં 25 થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે.  જ્યાં સીસીવીટી કેમેરા, પાર્કિંગ અને  સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે  ત્યારે કાંકરિયા કાનવલમાં  ત્રણ શિફ્ટમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ બંદોબસ્તમાં છે.  ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે એક જેસીપી, બે ડીસીપી, એક એસીપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિત 350  ટ્રાફિક જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.  આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાતના 11:55  થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકશે. જેમાં જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાનવલને લઇને પોલીસ એલર્ટ થઇ ગઇ છે. 

Read National News : Click Here

સ્થળ પર ત્રણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત બે બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ હાજર રહેશે.  સીસીટીવી પર સતત મોનીટરીંગ કરવામા આવશે. તેમજ નવા વર્ષની ઉજવણીમાં  મોટી ઘટના ન બને તે માટે સીજીરોડ, સિંધુભવન રોડ, એસજી હાઇવે પર શી ટીમ અને પોલીસ રાત્રીના સમયે ખડેપગે રહેશે.  બીજી તરફ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ દારૂને લઈને પોલીસ દ્વારા 24 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી છે.  જેમા અમદાવાદ પોલીસે જુદા જુદા વિસ્તારમા ચેકીગ કરીને 89  લોકોને  ઝડપીને પ્રોહીબીશનના ગુના નોંધ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here