2 દીવ્યાંગ દીકરીઓ દત્તક લેનાર ચીફ જસ્ટીસ ડો.ધનંજય ચંદ્રચૂડ અને તેમનો  પરિવાર કાયદાની આસપાસ ઉછર્યો

2 દીવ્યાંગ દીકરીઓ દત્તક લેનાર ચીફ જસ્ટીસ ડો.ધનંજય ચંદ્રચૂડ અને તેમનો  પરિવાર કાયદાની આસપાસ ઉછર્યો
2 દીવ્યાંગ દીકરીઓ દત્તક લેનાર ચીફ જસ્ટીસ ડો.ધનંજય ચંદ્રચૂડ અને તેમનો  પરિવાર કાયદાની આસપાસ ઉછર્યો
બંધારણની કલમોમાં તેમની રસરુચિ અને ગહન અભ્યાસના પરિણામે તેમના અર્થઘટન આધારીત ચૂકાદાઓ રસપ્રદ રહેતા આવ્યા છે.તેમના વ્યક્તિત્વમાં ઋુજુ હૃદય અને કઠોર મન એવા ગુણોના દર્શન થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

અગાઉ તેમની વ્યવસાયિક વાતો અહીં લખાઇ ચૂકી છે ત્યારે તેના ઋુજુ હૃદયની સંવેદનાઓ કાળની છીપમાં પાકતા બહુ જૂજ વ્યક્તિત્વોમાં જોવા કે સાંભળવા મળે છે અને એટલે જ તે અનુકરણિય બની રહે છે.તેઓના અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેના એટલે કે ઓક્ટોબર ૨૦૧૩થી ૨૦૧૬ના કાર્યકાળ દરમિયાન તેમણે બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લીધી હતી. જસ્ટિસ ચંદ્રચૂડના પ્રથમ પત્ની રશ્મીનું ૨૦૦૭માં કેન્સરના કારણે નિધન થયું હતું.. પ્રથમ પત્નીથી થયેલા તેમના બન્ને દીકરાઓ પણ એડવોકેટ છે. બે પુત્રો પૈકી અભિનવ બોમ્બે હાઇકોર્ટમાં વકીલાત કરે છે અને નાનો પુત્ર ચિંતન યુ.કે.ની કાયદાની એક પેઢીમાં કામ કરે છે. તેમના પુત્ર અભિનવે અનેક પુસ્તકો લખ્યા છે.તેમણે  દેશના વિખ્યાત કાયદાવિદ ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીના જીવન કવનનો ચિતાર આપતું પુસ્તક (Soli Sorabji: Life and Times: An Authorized Biography) લખ્યું છે.

પ્રથમ પત્ની રશ્મીના અવસાનના થોડા વરસો બાદ તેમણે કલ્પના દાસ સાથે બીજા લગ્ન કર્યા છે. શ્રીમતી કલ્પના દાસ પણ વ્યવસાયે વકીલ છે અને ભૂતકાળમાં બ્રિટીશ કાઉન્સિલમાં તેઓ કામ કરી ચૂક્યા છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકેનો શપથવિધી સમારોહ ચંદ્રચૂડે તેમના જીવન સંગીની શ્રીમતી કલ્પના દાસ અને તેમણે દત્તક લીધેલી બે શારીરિક વિકલાંગ દીકરીઓ માહી અને પ્રિયંકાની સાથે ઉજવ્યો હતો. ચીફ જસ્ટીસપદે કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પોતાની દત્તક બે પુત્રીઓને સુપ્રિમ કોર્ટમાં સાથે લાવીને કોર્ટ કઇ રીતે કામ કરે તે દર્શાવ્યું હતું.૭મી જાન્યુઆરી ૨૦૨૨ના શનિવારે પોતાની બન્ને દીકરીઓ સાથે ચીફ જસ્ટીસને કોર્ટમાં આવેલા આવેલા જોઇને કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ પણ આશ્ચર્યચકીત થઇ ગયા હતા.પ્રેક્ષકદિર્ઘામાંથી તેમણે ૧૬ વર્ષની માહી અને ૨૦ વર્ષની પ્રિયંકાને પોતાની ચેમ્બર તથા કોર્ટ રુમ બતાવ્યા હતા અને બન્ને દીકરીઓને અન્ય ન્યાયમૂર્તિઓ જ્યાં બેસે છે.

Read Saurashtra Kranti E-Paper here

તે અને વકીલો જે સ્થાનેથી દલીલો કરે છે એ જગ્યાઓ પણ દર્શાવી હતી. આમ સુપ્રિમ કોર્ટ અને તેની કામગીરી જોવાની દીકરીઓની ઇચ્છા ચંદ્રચૂડે પૂરી કરી હતી.ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચૂડના સન્માન માટે બોમ્બે હાઇકોર્ટમાં યોજાયેલા એક સમારોહમાં તે સમયના બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ અને હાલમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી.આર.ગવઇએ ભાવુક સ્વરમાં એક કિસ્સાને યાદ કરતાં કહ્યું હતું કે કોવિડ-૧૯ની તીવ્ર અસર હતી ત્યારે તેમની આ દીવ્યાંગ દીકરી પૈકીની એક દીકરી બિમાર પડી ત્યારે તેને ચંદીગઢ લાવીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેની તબિયત લગભગ એક મહિને સારી થઇ ત્યાં સુધી તેમના પત્ની કલ્પના દાસ તેની સાર સંભાળ માટે તેની પાસે રોકાયા હતા. આ કિસ્સો મેં નજરે જોયો છે અને દીકરીને લઇને જ પરત આવ્યા હતા. આવી કરુણા બહુ જૂજ જોવા મળે છે. 

તેમણે કહ્યું હતું કે જસ્ટીસ ધનંજય તેમના સર્વસમાવેશી સ્વભાવ અને સમાજના તમામ વર્ગો અને ખાસ કરીને મહિલાઓ અને સીમાંત નાગરિકોના પ્રતિનિધિત્વનું સન્માન થતું રહે તે માટે જાણિતા છે. ચંદ્રચૂડનો આ માનવીય અભિગમનું પ્રતિબિંબ તેમના ચૂકાદાઓમાં પણ લોકોને જોવા મળે છે. અને મણિપુરની ઘટનાઓ બાબત તેમની આગેવાની હેઠળની ડીવીઝન બેંચે તાજેતરમાં અપનાવેલું કઠોર વલણ તેનો એક તાજો દાખલો છે.ભારતના ૫૦માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તા.૯ નવેમ્બર-૨૦૨૨ના રોજ શપથ લેનારા શ્રી ધનંજય ચંદ્રચૂડ તા. ૧૦મી નવેમ્બર ૨૦૨૪ સુધી આ પદ ઉપર રહેશે ત્યાં સુધી આપણા દેશની  ન્યાય પ્રણાલિનો ડંકો અન્ય ક્ષેત્રની જેમ વિશ્વમાં ગુંજશે એવી આશા રાખવી અસ્થાને નહી ગણાય. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here