હવાથી હવામાં મારણ કરતી ‘અસ્ત્ર’ મિસાઈલનું કરાયું સફળ પરીક્ષણ : દેશવાસીઓમાં એકસાથે ડબલ ખુશી

હવાથી હવામાં મારણ કરતી 'અસ્ત્ર' મિસાઈલનું કરાયું સફળ પરીક્ષણ : દેશવાસીઓમાં એકસાથે ડબલ ખુશી
હવાથી હવામાં મારણ કરતી 'અસ્ત્ર' મિસાઈલનું કરાયું સફળ પરીક્ષણ : દેશવાસીઓમાં એકસાથે ડબલ ખુશી
સ્વદેશી રીતે નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસથી બુધવારે ગોવાના દરિયાકાંઠેથી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) એર-ટુ-એર મિસાઈલ અસ્ત્રનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 20,000 ફૂટની ઉંચાઈએ એરક્રાફ્ટથીમિસાઈલનું મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રક્ષા મંત્રાલયે જણાવ્યું કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના પરીક્ષણ નિયામક (test director) અને વૈજ્ઞાનિકો તથા સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન (CEMILAC) અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ (DG-AQA)ના અધિકારીઓ દ્વારા પરીક્ષણનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસથી મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષણથી તેજસની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આયાતી શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડશે.

Read About Weather here

રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, “લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ LSP-7થી 23 ઓગસ્ટના રોજ ગોવાના દરિયા કિનારેથી વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ કરવામાં આવ્યું” મંત્રાલયે કહ્યું કે, ટ્રાયલના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here