સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો ચમકારો : તાપમાન 2 થી 5 ડીગ્રી ઘટયુ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો ચમકારો : તાપમાન 2 થી 5 ડીગ્રી ઘટયુ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો ચમકારો : તાપમાન 2 થી 5 ડીગ્રી ઘટયુ
સૌરાષ્ટ્ર-ગુજરાત પરથી માવઠા સીસ્ટમ પસાર થઈ જવા સાથે વાદળો વિખેરાતાની સાથે જ આજે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારે ઝાકળવર્ષા-ગાઢ ઘુમ્મસ વચ્ચે તાપમાનમાં બેથી પાંચ ડીગ્રીનો ઘટાડો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ઠંડીના ચમકારા વચ્ચે લોકોએ સ્વેટર-જેકેટ બહાર કાઢયાનું ચિત્ર હતું.હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ખાનાખરાબી સર્જનારા માવઠાની સીસ્ટમ ગઈકાલે જ પસાર થઈ જવા સાથે વાતાવરણ સ્વચ્છ થવા લાગ્યુ હતું. આજે સવારે રાજકોટ સહીત રાજયનાં અનેક ભાગોમાં ગાઢ ઘુમ્મસનું આવરણ હતું અને વીઝીબીલીટી ઘટી ગઈ હતી. સાથોસાથ ન્યુનતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો થયો હતો.વિવિધ શહેરોનાં તાપમાનમાં બેથી પાંચ ડીગ્રીનો ઘટાડો થયો હતો.રાજકોટનું ન્યુનતમ તાપમાન સોમવારે 19.6 ડીગ્રી હતું તે આજે 17.6 ડીગ્રી નોંધાયુ હતું. તાપમાનમાં સૌથી વધુ ઘટાડો નલીયામાં હતો જયાં ન્યુનતમ તાપમાન 13.6 ડીગ્રી થયુ હતું. અમદાવાદમાં 18.2 ડીગ્રી, અમરેલીમાં 17.2, વડોદરામાં 17.4 ભાવનગરમાં 19.6, ભૂજમાં 15.8, ડીસામાં 17.1, ગાંધીનગરમાં 18, પોરબંદરમાં 17.2, તથા સુરેન્દ્રનગરમાં 17.4 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.રાજયમાં ઓખા તથા દ્વારકામાં તાપમાન નોર્મલથી નીચે સરકયુ હતું. જયારે અન્ય તમામ સેન્ટરોમાં નોર્મલ અથવા નોર્મલ કરતા 1 થી 4 ડીગ્રી વધુ હતું.વાદળો વિખેરાવા સાથે તાપમાન વધુ ઘટવાની શકયતા છે.

Read National News : Click Here

રસપ્રદ બાબત એ છે કે દિવસનું મહતમ તાપમાન તમામ સેન્ટરોમાં નોર્મલ કરતાં બેથી સાત ડીગ્રી નીચે આવી ગયુ હતું. રાજકોટમાં 26.9 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.શિયાળાની સીઝનમાં ઠંડીના પ્રથમ ચમકારાથી લોકોએ સ્વેટર-જેકેટ બહાર કાઢયા હોય તેમ સ્કુલે જતા વિદ્યાર્થીઓ તથા વાહન ચાલકો સ્વેટર-ટોપીમાં નજરે ચડવા લાગ્યા હતા. આજે સતત બીજા દિવસે ઝાકળવર્ષા પણ થઈ હતી. ઘુમ્મસથી વીઝીબીલીટી ઘટી હતી. સવારે વાહનોની લાઈટો ચાલૂ રાખવાની ફરજ પડી હતી.હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે માવઠાની અસર ખત્મ થઇ ગઇ હોવાના પગલે હવે વહેલી સવારના ન્યુનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો યથાવત રહેશે. જોકે બપોરનું દિવસનું તાપમાન તબકકાવાર વધવા લાગશે અને નોર્મલ સ્તરે આવી જશે. આ સંજોગોમાં લોકોને સવારે ઠંડીનો અનુભવ થશે ત્યારે બપોરે ફરી ગરમીનો માહોલ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here