સૌની યોજના,સૌને ફળી:આજી ડેમમાં ૬ વર્ષમાં ૩૪ વખત નર્મદાના નીર ઠાલવાયા

સૌની યોજના,સૌને ફળી:આજી ડેમમાં ૬ વર્ષમાં ૩૪ વખત નર્મદાના નીર ઠાલવાયા
સૌની યોજના,સૌને ફળી:આજી ડેમમાં ૬ વર્ષમાં ૩૪ વખત નર્મદાના નીર ઠાલવાયા
‘સૌની યોજના’ મારફત નર્મદા મૈયાના નીરના શહેરના પાણી પુરૃ પાડતા આજી-૧ ડેમ ખાતે આગમનના મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ એ વધામણા કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આજી-૧ ડેમમાં તબક્કાવાર ૧૮૦૦ એમ.સી.એફ.ટી. પાણી નર્મદા મૈયાના નીરથી ઠલવાશે. રાજ્ય સરકાર દ્વારા ‘સૌની યોજના’ મારફત જુન-૨૦૧૭થી કુલ ૩૪ વખત નર્મદા મૈયાનું નીર પુરૃ પાડવામાં આવેલ.આ અંગે રાજકોટવાસીઓ માટે પાણીની ચિંતા કરતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર જણાવે છે કે, આગામી ઉનાળની સિઝનમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, આજી-૧ ડેમ માટે ૧૮૦૦ એમ.સી.એફ.ટી. તથા ન્યારી-૧ માટે ૬૦૦ એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી મહાનગરપાલિકા દ્વારા સરકારમાં કરવામાં આવેલ. જેના અનુસંધાને સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખુબ જ ટુંકા સમયગાળામાં મંજુર કરી, પાણીની ફાળવણી કરેલ છે.

જેના અનુસંધાને તા.૨૮ ના પ્રથમ આજી-૧ ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે જેને મહાનગરપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકારે છે અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર અને રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારનો આભાર વ્યકત કરે છે.હાલ, આજી-૧ ડેમની જથ્થા સંગ્રહ સપાટી ૨૯ ફૂટ સામે, આજી-૧ ડેમમાં ૨૦.૫૭ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આજી-૧ ડેમમાં વિશેષ માંગણી મુજબનો ૧૮૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો તબક્કાવાર જમા થયેથી આગામી ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રાખી શકાય તેમ છે.

Read National News : Click Here

આગામી સમયમાં, શહેરીજનોને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે આગોતરૃ આયોજન કરી, મહાનગરપાલિકા દ્વારા રાજય સરકાર પાસે નર્મદા નીર આપવા માંગણી કરતા, રાજકોટ મહાનગરપાલિકાને રાજય સરકાર દ્વારા ચાલુ માસ દરમ્યાન તેમજ આગામી સમયમાં, આજી-૧ ડેમ માટે તબક્કાવાર ૧૮૦૦ એમ.સી.એફ.ટી. તથા ન્યારી-૧ માટે ૬૦૦ એમ.સી.એફ.ટી. મળી કુલ ૨૪૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો નર્મદા નીર દ્વારા તબક્કાવાર પુરો પાડવામાં આવનાર છે.

જે મુજબ આજી-૧ ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે. જેના વધામણા કરવા માટે આજી-૧ ડેમ સાઈટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા તથા રાજકોટ મહાનાગરાપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જીનીયર કે.પી.દેથરિયા તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહાનગરપાલિકાનાં શાસકો શહેરીજનોને નિયમિત ૨૦ મિનિટ પાણી પુરૃ પાડવા સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. આગામી ચોમાસાની ઋતુમાં પણ મેઘરાજાની મોડી પધરામણી થાય તો તેવા સંજોગોમાં પણ પાણીપૂરવઠો જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here