‘વિશ્વ એઈડ્સ દિવસ’:એઇડ્સનો પહેલો કેસ એક યુવા મહિલા વિજ્ઞાનીકના પ્રયાસને કારણે શક્ય બન્યું

‘વિશ્વ એઈડ્સ દિવસ’:એઇડ્સનો પહેલો કેસ એક યુવા મહિલા વિજ્ઞાનીકના પ્રયાસને કારણે શક્ય બન્યું
‘વિશ્વ એઈડ્સ દિવસ’:એઇડ્સનો પહેલો કેસ એક યુવા મહિલા વિજ્ઞાનીકના પ્રયાસને કારણે શક્ય બન્યું
એઈડ્સ હ્યુમન ઈમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV) ના સંક્રમણથી થનારી બીમારી છે. આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સીમન અને વજાઈનલ ફ્લૂઈડ્સ વગેરેના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ બીમારીને અનુલક્ષીને અનેક ગેરસમજો ફેલાયેલી છે. આખી દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઈડ્સ દિવસ’  તરીકે ઉજવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જીવલેણ બીમારી એઇડ્સનો દેશમાં પહેલો કેસ 30 વર્ષ પહેલાં મળી આવ્યો હતો. છ સેક્સવર્કર્સના લોહીના નમૂનાની તપાસ દરમિયાન તેઓ એચઆઈવી પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.આ 1985ની વાત છે. ચેન્નાઈ (એ સમયે મદ્રાસ)ની મેડિકલ કૉલેજનાં 32 વર્ષીય માઇક્રોબાયોલૉજીનાં વિદ્યાર્થિની સેલપ્પન નિર્મલા પોતાના થીસિસ માટે વિષય શોધી રહ્યાં હતાં. તેમના શિક્ષક અને માર્ગદર્શક સુનીતિ સોલોમોને સેલપ્પન નિર્મલાને એચઆઇવી એઇડ્સ માટે લોકોની તપાસ કરવાની સલાહ આપી હતી. અમેરિકામાં તો એઇડ્સના દર્દી શોધવાની ઔપચારિક શરૂઆત 1982માં થઈ ગઈ હતી.ભારતીય લોકોને વિપરીત લિંગની વ્યક્તિ સાથે સંબંધ રાખવામાં, એક લગ્નમાં માનતા અને ભગવાનથી ડરતા લોકો ગણવામાં આવતા હતા. તામિલનાડુમાં ચેન્નાઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોને વધારે રૂઢિચુસ્ત સમાજ માનવામાં આવે છે, જ્યારે મુંબઈને સામાન્ય રીતે સ્વચ્છંદ શહેર ગણવામાં આવે છે. એ સમયે મુંબઈમાંથી પણ સંખ્યાબંધ સેમ્પલ એકઠાં કરવામાં આવ્યાં હતાં. તેની ચકાસણી પૂણેના વાયરોલૉજી સંસ્થાનમાં કરવામાં આવી હતી અને તેમાંથી એક પણ સેમ્પલ એચઆઈવી પૉઝિટિવ સાબિત થયું ન હતું.નિર્મલાને તેમની મહેનતના પરિણામનો અંદાજ હતો, તેમાં કોઈ આશ્ચર્ય નથી.તેમણે કહ્યું હતું કે, “આ તપાસનું રિઝલ્ટ નૅગેટિવ આવશે તેવું મેં ડૉ. સોલોમોનને કહ્યું હતું.”જોકે, સોલોમોને પોતાની વિદ્યાર્થનીને પ્રયાસ કરવા માટે રાજી કરી લીધી હતી.

નિર્મલા સેક્સવર્કર્સ, સમલૈંગિક લોકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ જેવા (જેમના પર એઇડ્સનું જોખમ વધારે હોય તેવા) 200 લોકોનાં સેમ્પલ્સ એકઠાં કરશે એવું નક્કી થયું હતું, પરંતુ એ કામ આસાન ન હતું.નિર્મલાએ અગાઉ બૅક્ટેરિયાથી થતી  લેપ્ટોસ્પાઇરોસિસ નામની બીમારી બાબતે કામ કર્યું હતું. આ બીમારી કૂતરાં તથા ઉંદર જેવાં પ્રાણીઓને લીધે ફેલાય છે. નિર્મલા એઇડ્સ વિશે કશું જાણતા ન હતાંનિર્મલા સામે એક સમસ્યા એ પણ હતી કે મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવાં શહેરોમાં કુખ્યાત રેડ લાઇડ વિસ્તારો હતા, પરંતુ ચેન્નાઈમાં સેક્સવર્કર્સનું કોઈ નિશ્ચિત ઠેકાણું ન હતું.તેથી તેમણે મદ્રાસ જનરલ હૉસ્પિટલની મુલાકાતે વારંવાર જવાનું શરૂ કર્યું હતું. એ હૉસ્પિટલમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારીથી પીડાતી અનેક મહિલાઓની સારવાર કરવામાં આવતી હતી.નિર્મલાએ કહ્યું હતું કે, “મેં ત્યાં કેટલીક સેક્સવર્કર્સ સાથે દોસ્તી કરી હતી. એ લોકોએ મને કેટલીક અન્ય સેક્સવર્કર્સ બાબતે જણાવ્યું હતું. મેં તેમના ફોર્મ જોયાં ત્યારે તેના પર વી હોમ એવું લખ્યું હતું.””એ શબ્દનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે, તેનો અર્થ વિજિલન્સ હોમ થાય છે. વિજિલન્સ હોમમાં વેશ્યાઓ અને બેસહારા લોકોને અધિકારીઓની કેદમાં રાખવામાં આવે છે.”

Read National News : Click Here

એ સમયે અને આજે પણ દેશમાં ભીખ માગવાને અપરાધ ગણવામાં આવે છે. એ મહિલાઓની ધરપકડ કરીને તેમને કેદમાં મોકલવાની હતી, કારણ કે તેમની પાસે જામીન પર છૂટવા માટેના પૈસા ન હતા.તેથી નિર્મલાએ રોજ સવારે કામ પર જતાં પહેલાં રિમાન્ડ હોમ જઈને સેક્સવર્કર્સને મળવાનું શરૂ કર્યું હતું.સેક્સવર્કર્સનાં સેમ્પલ્સ લીધાંપતિ વીરપ્પન રામામૂર્તિએ નિર્મલાને પ્રોત્સાહિત કર્યાં હતાંનિર્મલાનો ઉછેર એક નાના ગામમાં રૂઢિચુસ્ત પરિવારમાં થયો હતો. તેમનાં લગ્ન થઈ ગયાં હતાં અને તેઓ બે નાનાં સંતાનનાં માતા પણ હતાં.તેમણે કહ્યું હતું કે, “હું બહુ નવર્સ હતી અને તામિલ ભાષામાં વાત કરતી હતી. હું શાંતિસભર જીવન ઇચ્છતી હતી.”જોકે, પતિ વીરપ્પન રામામૂર્તિએ નિર્મલાને પ્રોત્સાહિત કર્યાં હતાં. તેમણે નિર્મલાનો દરેક તબક્કે સાથ આપ્યો હતો.બસનું ભાડું બચાવવા માટે તેઓ ઘણી વાર નિર્મલાને સ્કૂટી પર રિમાન્ડ હોમ સુધી મૂકી જતા હતા. એ સમયે બન્નેએ પોતપોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમની પાસે બહુ પૈસા ન હતા.નિર્મલાએ ત્રણ મહિનામાં 80 સેમ્પલ્સ એકઠાં કર્યાં હતાં. તેમની પાસે હાથનાં મોજાં કે સલામતીનાં બીજાં કોઈ ઉપકરણ ન હતાં.બીજી તરફ સેક્સવર્કર્સને એ ખબર ન હતી કે તેમના લોહીનું પરીક્ષણ શા માટે કરવામાં આવી રહ્યું છે.

નિર્મલાએ કહ્યું હતું કે, “હું એઇડ્સની તપાસ કરી રહી છું એ તેમને જણાવ્યું ન હતું. એ બધી અભણ હતી અને મેં તેમને કહ્યું હોત તો પણ એઇડ્સ શું છે તેની ખબર તેમને પડવાની ન હતી. તેઓ એવું વિચારતા હતા કે, હું સેક્સ સંબંધી કોઈ બીમારીની તપાસ કરી રહી છું.”સોલોમોનનાં લગ્ન હ્રદય તથા ફેફસાનાં સર્જન સાથે થયાં હતાં. તેમણે તેમના પતિ તથા અન્ય લોકોની મદદ વડે નાનકડી લૅબોરેટરી બનાવી હતી.એ લૅબોરેટરીમાં સોલોમોન અને નિર્મલા સીરમને અલગ કરવાનું કામ કરતાં હતાંએક મિનિટ પછી સિમોસ અંદર આવ્યા. તેમણે રિઝલ્ટ જોયું અને કહ્યું હતું કે, “આમાંથી કેટલાંક રિઝલ્ટ પૉઝિટિવ છે. તા. તેઓ કહેતા હતા કે એક ઉત્તર ભારતીય મહિલા અમને ખરાબ ગણાવી રહી છે, પરંતુ મારાં માતા સહિતના તમામ લોકો તેનાથી આશ્ચર્યચકિત હતા.”

બીજી તરફ પરીક્ષણનું પરિણામ બહાર આવ્યા બાદ તમામ સરકારી અધિકારીઓમાં ધમાચકડી થઈ ગઈ હતી.નિર્મલાએ કહ્યું હતું કે, “આઇસીએમઆરના ડિરેક્ટરે મને કહ્યું હતું કે આ પરિણામ તો એક વિશાળ પહાડનો નાનકડો ટુકડો માત્ર છે. આપણે આ દિશામાં ઝડપભેર કામ કરવું પડશે.”એ પછી અધિકારીઓએ તપાસ તથા એઇડ્સને અટકાવવાનો કાર્યક્રમ મોટા પાયે શરૂ કર્યો હતો.થોડાં વર્ષ પછી એઇડ્સ ભારતમાં મહામારી બની ગયો હતો અને દેશને દરેક ખૂણામાં ઝડપભેર ફેલાવા લાગ્યો હતો.એઈડ્સ એક ગંભીર બિમારી થે. આ વાયરસ આપણા ઈમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે અને શરીરના રોગોથી લડવાની ક્ષમતાને ઓછી કરે છે. જેનાથી બચવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આજ કારણથી દરે વર્ષ 1 ડિસેમ્બરના રોજ એડ્સ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસને લઈ અમે તમને કેટલી એ઼ડ્સ સંબંધી કેટલીક સત્ય અને ભ્રમ ફેલાવતી વાતો વિશે જણાવીએ.

ભ્રમ- 1 તમે કોઈપણને જોઈને બતાવી શકો છો કે, તેને HIV થયેલુ છે.સત્ય HIV પોજિટિવ લોકોના લક્ષણોના આધારે તમે જાણી શકો નહી કે તેને HIV અને AIDS છે. કેમ કે તેના કોઈ ખાસ લક્ષણ હોતા જ નથી. કેટલીક વાર અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓના લક્ષણો હોય છે.ભ્રમ-2 HIVની સારવાર માટે રોજની ખૂબ જ ગોળીઓ ખાવી પડે છે સત્ય વર્ષો પહેલા HIV પીડિત દર્દીને ખૂબ જ દવા લેવાની જરૂર રહેતી હતી પરંતુ હવે HIVની સારવાર માટે રોજની એક કે બે જ ગોળી લેવાની હોય છે ભ્રમ-3 જે લોકોને HIV પોજિટિવ  હોય છે તે તમામને એડ્સ હોય છે સત્યઆ વાત સંપૂર્ણ રીતે ખોટી છે, જરૂરી નથી કે, જે વ્યક્તિને HIV પોઝિટીવ હોય તેને એડ્સ હોવું જરૂરી છે. HIV થયા પછી સકારાત્મક પરીક્ષણ થયા પછી વ્યક્તિ સમાન્ય જીવન જીવી શકે છે અને એડ્સ થતું રોકી શકાય છે. ભ્રમ-4 જો તમને એડ્સ હોય તો તમારે વ્યાયમને ટાળવું જોઈએ સત્યHIV થવા પર એક્સરસાઈઝ તમારી હેલ્થની રક્ષા કરે છે. જે થકાનને ઉતારે છે. સાથો સાથ ભૂખમાં પણ સુધરો કરી શકે છે. ભ્રમ-5 HIV તમારી ઉંમર ઘટાડી દે છે સત્ય યોગ્ય સમય સારવાર કરવામાં આવે તો સામાન્ય જીવન જીવી શકાય છે, પરંતુ જો પીડિતને તેની જાણકારી ન હોય તો સમસ્યા વધી શકે છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here