રાજકોટ વોંકળા પરના દબાણોનું લિસ્ટ તૈયાર : શહેરમાં અનેક સ્‍થળે ડીમોલેશન કરાશે

રાજકોટ વોંકળા પરના દબાણોનું લિસ્ટ તૈયાર : શહેરમાં અનેક સ્‍થળે ડીમોલેશન કરાશે
રાજકોટ વોંકળા પરના દબાણોનું લિસ્ટ તૈયાર : શહેરમાં અનેક સ્‍થળે ડીમોલેશન કરાશે
રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં ગત રવિવારે ધરાશાયીથવાની ઘટના બાદ કોર્પોરેશનનું તંત્ર સફળ જાગ્યો છે.શહેરમાં નાના મોટા તમામ 56  વોકળા પર મંજૂરીથી છે કે ગેરકાયદે ખડકાયેલા બાંધકામોનું લાંબુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ટૂંક સમયમાં વોકળા પરના દબાણ હટાવવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે.ગઈકાલે જૂનાગઢની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને વોકળા પરના દબાણ દૂર કરવા તાકીદ કરી હતી. જેની અસર રાજ્યના અન્ય મહાનગરો પર પણ પડે તેવું લાગી રહ્યું છે શહેરના સર્વેશ્વર ચોકમાં ગત રવિવારે વોકળા પરનું લેબ ધરાસાઈ થયા બાદ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવી ગયું છે.સર્વેશ્વર ચોકમાં વોકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનાનો રિપોર્ટ કાલે આવી જશે: ચોકમાં વોકળા પર રોડની મજબૂતાઈ ચકાસતી ટીમમ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા શહેરમાં નાના-મોટા તમામ 56 મોકલાવો પર મંજૂરીથી અથવા ગેરકાયદે ખડકાયેલા દબાણ અંગેનો રિપોર્ટ આપવા ટીપી શાખાને આદેશ આપ્યા છે.જેના સંદર્ભે ટીપી શાખા દ્વારા રોકડા પર ગેરકાયદે ખડકાયેલા દબાણની એક લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે જે ટૂંક સમયમાં મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુ કરી દેવામાં આવશે. ત્યારબાદ પ્રાયોરિટી મુજબ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવશે લિસ્ટ સિવાયના દબાણ દેખાશે તેને પણ દૂર કરી દેવામાં આવશે.

બીજી તરફ સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનાનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ આવતીકાલે આવી જાય તેવી સંભાવના જણાય રહી છે.બે બિલ્ડીંગ વચ્ચેનો વોકળાનો સ્લેબ દોરી દીધો કે બુરાઈ ગયો તે અંગે પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે.કોર્પોરેશનની માલિકીની જમીન અને બાજુની બિલ્ડરની જમીનની પરસ્પર અદલાબદલીની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ એક નાની જગ્યા કે જે વોકળા પર આવી હતી.તેના પર કોની કૃપા દષ્ટિથી સ્લેબ બનાવવામાં આવ્યો તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.હાલ કોર્પોરેશનની એક ટીમ દ્વારા સર્વેસ્વર ચોકમાં કે જ્યાં વોકળા પર રોડ પસાર થાય છે તેનું બાંધકામ કેટલું મજબૂત છે તે અંગે છેલ્લા બે ત્રણ દિવસથી ચકાસણી કરવામાં આવી રહી છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા પણ તમામ વોકળા પરના બાંધકામોની મજબૂતાઈ તપાસવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત હાલ કામગીરી ચાલી રહી છે 56 બોકડા પરના દબાણો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

Read Saurashtra Kranti E-Paper here

વોકળા ખુલ્લા રહે તે માટે હવે વોકળા પર કોઈપણ પ્રકારના બાંધકામની છૂટ આપવામાં આવશે નહીં. તાજેતરમાં મોટા મોવા સ્મશાન પાસેના વોકળા પર પાર્કિંગ બનાવવાની ફાઈલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવી હતી.આ ફાઈલ જે તે વેસ્ટ ઝોનના સીટી એન્જિનિયરને પરત મોકલી દેવામાં આવી છે.સાથ સાથ એવી પણ તાકીદ કરવામાં આવી છે કે હવે વોકળા પર કોઈ પણ પ્રકારના બાંધકામની મંજૂરી મળશે નહીં.ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પાછળનું મુખ્ય કારણ વોકળા પરના દબાણ છે.નાના-મોટા તમામ 56 રોકડા પર દબાણોનો રાફડો આરટીઓ હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. નેચરલ વોટર વેને ખુલ્લા રાખવા માટે હવે વોકળા પર બાંધકામની મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી તરફ જર્જરિત ઇમારતો શહેરમાં ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જે તે માટે પણ ગંભીરતાથી કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન હસ્તકના તમામ બિલ્ડીંગ કે જેની હાલત જર્જરીત હતી તેને સલામત સ્ટેજ સુધી લઈ જવામાં આવ્યા છે.જ્યારે હાઉસિંગ બોર્ડને પણ સ્પષ્ટ તાકીદ કરી દેવામાં આવી છે કે તેઓ હસ્તકના  જે બિલ્ડીંગની હાલત ખૂબ જ જર્જરિત છે.

સર્વેશ્વર ચોકમાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી માટે ટેસ્ટીંગ

યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે બનેલી ઘટના અન્વયે ગઈકાલ ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેશ્વર ચોકમાં રસ્તાના ભાગે આવેલ સ્લેબનું સ્ટ્રકચરલ સ્ટેબિલિટી માટેનું ટેસ્ટીંગ આજે  હાથ ધરવામાં આવ્યુ હતું.તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે  જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટ્રકચરલ સ્ટેબિલિટી માટેના ટેસ્ટીંગનું પરિણામ આવ્યે સર્વેશ્વર ચોકના વોંકળા પૈકીના ભાગનો કેવો અને કેટલો ઉપયોગ કરવો તે જાણી શકાશે તથા આસપાસના અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓ, રહીશો તથા રાહદારીઓની સુગમતાને ધ્યાનમાં લઈ સર્વેશ્વર ચોકમાં વોંકળા સિવાયના ભાગનો ઉપયોગ કરવા હાલ છૂટ આપવામાં આવે છે. સર્વેશ્વર ચોકના વોંકળાવાળો ભાગ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી માટેના ટેસ્ટીંગના પરિણામ આવ્યેથી લોકોની સલામતીને ધ્યાને લઈ નિર્ણય કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here