રાજકોટ કોર્પોરેશન ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરશે

સર્વેશ્વર ચોક દુર્ઘટના : ૯૦ દિવસ બાદ મૃતક તથા ઇજાગ્રસ્‍તોને સહાયની જાહેરાત
સર્વેશ્વર ચોક દુર્ઘટના : ૯૦ દિવસ બાદ મૃતક તથા ઇજાગ્રસ્‍તોને સહાયની જાહેરાત
રાજકોટ શહેરની અલગ-અલગ હોટેલ, રેસ્ટોરન્ટ અને હોર્ક્સ ઝોનમાંથી નિકળતા એઠવાડ અને ભીના કચરાનો કોર્પોરેશન દ્વારા સદ્ઉપયોગ કરવામાં આવશે. બાયો મીથેનેશન પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશનને વધુ પ્રિમિયમ ચૂકવનારી કંપનીને ટેન્ડર આપવામાં આવશે.બાયો મીથેનેશન પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ: હોટેલ, રેસ્ટોરન્ટ અને હોર્ક્સ ઝોનમાંથી નિકળતા એઠવાડનો કરાશે યોગ્ય ઉપયોગઆ અંગે પત્રકારો સાથેની વધુ વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઇન્દોર શહેરમાં બાયો મીથેનેશન પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી આર્થિક ફાયદો થાય છે અને ભીના કચરાનો પણ યોગ્ય નિકાલ થઇ જાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રોજેક્ટ શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. રિલાયન્સ અને અદાણી સહિત અલગ-અલગ સાત કંપનીઓએ આ પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો છે.જ્યારે સમગ્ર દેશમાં મોંઘવરી વધી રહી છે. ત્યારે રાજકોટ માં કલેક્ટરએ એક જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે આજે રાજકોટમાં અલગ અલગ સ્થળે આજે જીએસટીના દરોડા પાડવામાં આવ્યા ત્યારે સૌથી વધારે ખવાપીવાનું વધતાં નિકાલ કરવા આ જાહેરનામું બહાર પડાયું.

Read National News : Click Here

ટેન્ડરની મુદ્ત 4 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હોટેલ, રેસ્ટોરન્ટ, હોર્ક્સ ઝોન કે ખાણીપીણી માર્કેટમાં એકત્રિત થતા એઠવાડ અને ભીના કચરાને અકઠો કરી તેમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ માટે નિયુક્ત કરવામાં આવનારી કં5નીને નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે જગ્યા આપવામાં આવશે. કંપનીએ જે-તે સ્થળેથી ભીનો કચરો એકત્રિત કરી અહિં સુધી લાવવાનો રહેશે અને તેમાંથી ગેસ ઉત્પન્ન કરવો પડશે. બાકીના વધેલા કચરાનો લેન્ડફીલ સાઇટ ખાતે જ નિકાલ કરી દેવામાં આવશે. કોર્પોરેશનને વધુ પ્રિમિયમ ચૂકવનારી એજન્સીને બાયો મીથેનેશન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here