મોરબી જિલ્લા પંચાયત દ્વારા વિવિધ શાખાઓના 357 કિલો રેકર્ડનો નિકાલ 

મોરબી જિલ્લા પંચાયત દ્વારા વિવિધ શાખાઓના 357 કિલો રેકર્ડનો નિકાલ 
મોરબી જિલ્લા પંચાયત દ્વારા વિવિધ શાખાઓના 357 કિલો રેકર્ડનો નિકાલ 
સમગ્ર રાષ્ટ્રમાં ’સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.જેના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયત દ્વારા પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (ઈંઅજ)ના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અન્વયે 1 લી ઓક્ટોબર 2023 ના દિવસે સવારે 10:00 કલાક થી 11:00 કલાક સુધી જનપ્રતિનિધીઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી થી ’એક તારીખ એક કલાક’ સુત્ર સાથે મહાશ્રમદાન અંગે વિવિધ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત મોરબી હેઠળ આવતી જિલ્લા કક્ષાની કચેરી તેમજ તાલુકાની કચેરીઓ, ગ્રામ પંચાયત કચેરીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો વગેરેના સ્થળોમાં સાફ સફાઇ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરી ખાતે સાફ સફાઇ હાથ ઘરી જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓના નાશ કરવા પાત્ર રેકર્ડમાં અંદાજે 357 કિલો રેકર્ડનો નિકાલ કરવામાં આવ્યો હતો અને પંચાયતના પ્રાંગણમાં સ્વચ્છતા હી સેવા’ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

જાંબુડીયા જિલ્લા પંચાયત પ્રમુખ મહાશ્રમદાન અભિયાન જોડાયા

રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અનવ્યે આજે સમગ્ર દેશમાં મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે સ્વચ્છતા હી સેવા- 2023 અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ  હંસાબેન પારઘીની ઉપસ્થિતમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા  પંચાયત પ્રમુખ  હંસાબેન પારઘી સાફ સફાઈ કરી આ મહા અભિયાનમાં જોડાયા હતા.

આ પ્રસંગે સરપં હંસાબેન રમેશભાઈ કણસાગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી નરસંગભાઇ છૈયા, વિપુલભાઈ પારીયા, જ્યોતિ રાઠોડ, જાગૃતિ ચાવડા, તલાટી કમ મંત્રી  સાગર વરસડા,  ગ્રામ પંચાયત સભ્ય અનિલભાઈ, શાળાના આચાર્ય  નયનભાઈ ભોજાણી તેમજ શિક્ષણ ગણ અને મોટી સંખ્યામા ગ્રામજનો વગેરે મહાશ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

સબ જેલ ખાતે ’સ્વચ્છતા હી સેવા’ મહાશ્રમદાન કાર્યક્રમ

મોરબી સબ જેલ ખાતે ભારત સરકારશ્રીની સૂચનાથી ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીજીને ટ્રીબુઅટ આપવાના શુભ આશયથી “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંર્તગત  01/10/2023 ના સવારના 10 થી 11 એક કલાક માટે શ્રમદાન અત્રેની સબ જેલ ખાતે યોજાયો હતો. મોરબીના સ્ટાફ ક્વાટર, પાર્કિંગ, જેલ કેમ્પસ ખાતે સાફસફાઈ કરી હતી. આ સફાઈ જેલ અધિક્ષક , ડી.એમ.ગોહેલ જેલર  પી.એમ.ચાવડા તથા તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી, તેમજ જેલ બહાર પણ અન્ય સંસ્થા સાથે સાફસફાઈ જેલ પરિશર બહાર સાફ સફાઈ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બગથળા :  મહાશ્રમદાન કાર્યક્રમમાં જોડાતા જિલ્લા વિકાસ અધિકારી

મોરબી જીલ્લાના બગથળા ગામે ’સ્વચ્છતા હી સેવા’ – 2023 અન્વયે મોરબી જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલ સમગ્ર રાષ્ટ્ર ’સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પ સાથે સ્વચ્છતા માસ ઉજવી રહ્યું છે. ત્યારે મોરબી જીલ્લામાં પણ જીલ્લા વહિવટી તંત્ર અને જીલ્લા પંચાયત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 1 લી ઓકટોબરના રોજ દેશમાં ’એક તારીખ એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમ દાન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી ખાતે પણ વિવિધ સ્થળોએ મહાશ્રમ દાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના બગથળા ગામે જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા સાથે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર એસ. બી.એમ.(જી) ભાવેશભાઈ વાઢેર તેમજ તાલુકા કક્ષાના કર્મચારી દક્ષાબેન મકવાણા અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ સહભાગી બની આ સ્વચ્છતાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here