પાસપોર્ટ વેરિફિકેશન માટે નહી ખાવો પડે પોલીસ સ્ટેશનનો ધક્કો:ફરજીયાત ઘર આવશે પોલીસ

પાસપોર્ટ વેરિફિકેશન માટે નહી ખાવો પડે પોલીસ સ્ટેશનનો ધક્કો:ફરજીયાત ઘર આવશે પોલીસ
પાસપોર્ટ વેરિફિકેશન માટે નહી ખાવો પડે પોલીસ સ્ટેશનનો ધક્કો:ફરજીયાત ઘર આવશે પોલીસ
પાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોએ પોલીસ સ્ટેશન ધક્કો નહી ખાવો પડે અને પોલીસ તપાસ માટે ઘરે આવશે. આવો નિયમ છે. પરંતુ અમુક આળસુ અધિકારીઓ નીતિ નિયમને નેવે મૂકી અને પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજીકર્તાઓને પોલીસ સ્ટેશનને બોલાવતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન પાસપોર્ટની વેરિફિકેશનનું કામ કરતા કર્મચારીના દાવાનું પોલીસ કમિશનરે તપાસ હાથ ધરી ક્રોસ ચેકિંગ કરતા પોલીસ કર્મચારીની પોલ છતી થઈ ગઈ હતી. જેને લઈને બેદરકાર પોલીસ કર્મી સામે આકરી કાર્યવાહી કરાઈ હતી. નિયમની વાત કરીએ તો અગાઉ નિયમ એવો હતો કે પાસપોર્ટ માટેની ઓનલાઇન અરજી કર્યા બાદ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોસપોર્ટ વિભાગ દ્વારા અરજદારોને પોસપોર્ટ વેરિફિકેશન રહેઠાણના પુરાવા સહિત જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. પરંતું, સિનિયર સીટીઝન સહિતના કેટલાક નાગરિકોને જે-તે જવાબદાર અધિકારી પોલીસ સ્ટેશને સંજોગોવસાત હાજર નહીં મળતા ધક્કો ખાવો પડતો હતો. જો વળી કેટલાક પાસપોર્ટ અરજદારો દ્વારા ભાડા કરાર જેવા રહેઠાણના ખોટા પુરાવા રજુ કરવામાં આવતા હતા.

ત્યારે અગાઉ જે તે સમયના અમદાવાદ પોલીસ કમિશન આશિષ ભાટીયાએ આ અંગે ગંભીરતાથી નોંધ લઇને પોલીસ જ અરજદારના ઘરે જઇ વેરિફિકેશન કરે તેવો નિર્ણય કર્યો હતો. જોકે તેની અમલવારીમાં છીંડા હોવાના અનેક કિસ્સો સામે આવે છે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે .અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. માલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પૂછ્યું હતું કે કોઈ સ્ટાફને કાંઈ પ્રશ્ન કે કોઈ તકલીફ નથી ને? બાદમાં પાસપોર્ટ શાખામાં ફરક બજાવતા કર્મચારીઓને પૂછ્યું હતું કે તમે પાસપોર્ટની કામગીરી કઈ રીતે કરો છો?તો કર્મચારીઓએ કહ્યું હતું કે અમે અરજદારોના ઘરે જઈ વેરિફિકેશન કરીએ છીએ અને મહિનામાં સાતથી આઠ અરજી આવતી હોવાનું પણ જણાવ્યું હતું.

Read National News : Click Here

બાદમાં કમિશનરે પાસપોર્ટ વેરિફિકેશન માટેની યાદી મંગાવી અને એક અરજદારને ફોન કર્યો હતો. પોલીસ કમિશનરે અરજદાર સાથે વાતચીત કરી જણાવ્યું કે તમારો પાસપોર્ટ આવ્યો અને વેરિફિકેશન માટે પોલીસ તમારે ઘરે આવી હતી? તો સામેથી જવાબ મળ્યો કે ના પોલીસ અમારે ઘરે નથી આવી અમે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન એ ગયા હતા. જેના જવાબને લઈને પોલીસ કર્મચારીઓના દાવાનો પરપોટો ફૂટી ગયો હતો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું.

બાદમાં પોલીસ કમિશનરે કર્મચારીને બરોબરનો ખખડાવ્યો હતો અને સ્પષ્ટ સૂચના આપી દીધી હતી.લોકોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવાતા કસૂરવાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે. મહત્વનું છે કે ફાઈલમાંથી નંબર લઈ પોલીસ કમિશનરે અરજી કરનારને ફોન કરતા બેદરકારી સામે આવી હતી. જેને લઈને કમિશનર આકરા પાણીએ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here