જામનગર : ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરીઝમ વિલેજનો સિલ્વર એવોર્ડ

જામનગર : ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરીઝમ વિલેજનો સિલ્વર એવોર્ડ
જામનગર : ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરીઝમ વિલેજનો સિલ્વર એવોર્ડ
ભારત સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજ એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે દેશનાં ૨૮ રાજ્યનાં કુલ ૮૫૦ થી વધુ ગામડાઓનાં સર્વે કરી ૩૫ ગામડાને વિવિધ કેટેગરીમાં વિજેતા ઘોષિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અંતર્ગત જામનગર જિલ્લાનાં ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરીઝમ વિલેજ-૨૦૨૩ નો એવોર્ડ એનાયત થતા જિલ્લાનાં ગૌરવમાં વધારો થયો છે.ખીજડીયા પક્ષી અભ્યારણ્યને કારણે ખીજડીયા ગામનો હેરીટેજ વિલેજમાં સમાવેશ કરવાની પ્રપોઝલનાં પરીણામ સ્વરૂપ ખીજડીયા ગામને સરકાર દ્વારા ટુરીઝમ વિલેજની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

એક સર્વે અનુસાર ગત એક વર્ષમાં ખીજડીયામાં ૪૧ હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું હતું જેનાં ફળ સ્વરૂપ ૧૫૦૦ થી વધુ સ્થાનિકોને રોજગારી મળી હતી.ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અમિતાભ બચ્ચન અભિનિત ‘ખુશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેઇન અંતર્ગત પણ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી ચૂક્યું છે ત્યારે બેસ્ટ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળતા ફરી એક વખત ખીજડીયાને કારણે જામનગર જિલ્લા તથા ગુજરાતનાં ગૌરવમાં વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here