ગુજરાતમાં વરિયાળીનું 198 ટકા,જીરૂ અને જુવારનું 50 ટકા વધુ વાવેતર થયું

ગુજરાતમાં વરિયાળીનું 198 ટકા,જીરૂ અને જુવારનું 50 ટકા વધુ વાવેતર થયું
ગુજરાતમાં વરિયાળીનું 198 ટકા,જીરૂ અને જુવારનું 50 ટકા વધુ વાવેતર થયું
રાજ્યમાં ઠંડી ઓછી પડી રહી છે પરંતુ, લાંબા સમયથી સુકુ હવામાન રહેતા રવિ સીઝનના વાવેતરમાં તેજી આવી છે અને આજ તા. 26-12-2023 સુધીમાં રાજ્યમાં 43.08 લાખ હેક્ટરમાં સમગ્ર ઋતુના સરેરાશ સામે 93.42 ટકા વાવેતર પૂર્ણ થયાનું જાહેર થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ઉડીને આંખે વળગતી બાબત એ છે કે વરિયાળીનું વાવેતર 298  ટકા વધુ વાવેતર એટલે કે ત્રણ ગણુ વાવેતર થયુ છે જ્યારે જુવાર અને જીરૂનું પણ નોર્મલ કરતા 50 ટકા વધુ વાવેતર થયું છે.ઈ.સ. 2022-23ની રવિ સીઝનમાં 2.76 લાખ હેક્ટરમાં જીરૂનું વાવેતર થયું હતું અને પ્રતિ હેક્ટરે 777 કિલોની ઉપજ થતા 2.15 લાખ ટનનો પાક ઉતર્યો હતો. આ વખતે અત્યાર સુધીમાં જ 55 ટકા વૃધ્ધિ સાથે 5.44 લાખ હેક્ટરમાં જીરૂનો પાક લેવાયો છે. ગત વષે આ દિવસની સાપેક્ષે આશરે બમણું  વાવેતર છે. આ મૂજબ જીરૂનું ઉત્પાદન 3 લાખ ટનને પાર થવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે હાલ જીરૂ રૂ।. 6200થી 7500 વચ્ચે પ્રતિ મણના બોલાય છે. 

વરિયાળીનું વાવેતર તો રેકોર્ડબ્રેક કરાયું છે. ગત ત્રણ વર્ષમાં વાર્ષિક સરેરાશ 43,000 હેક્ટર સામે આ વર્ષે આજ સુધીમાં જ 1.29 લાખ હેક્ટરમાં વરિયાળી વાવવામાં આવી છે. ગત વર્ષે 50,900 હેક્ટરમાં વાવેતર હતું અને તેમાં પ્રતિ હેક્ટર 1654 કિલોની ઉપજ સાથે 84,210 ટનનો પાક ઉતર્યો હતો જે આ વર્ષે 2 લાખ ટન નજીક પહોંચવાની શક્યતા છે. જો કે હવામાનની ઉત્પાદન પર વ્યાપક અસર થતી હોય છે. 

Read National News : Click Here

આ ઉપરાંત, આજ સુધીમાં (1) 11,39,680 હેક્ટરમાં ઘંઉ (2) 1,08,380 હેક્ટરમાં મકાઈ (૩) યાર્ડમાં જુવારના ભાવ ઘંઉ કરતા બમણાં મળી રહ્યા છે અને લોકોમાં ચલણ વધી રહ્યું છે ત્યારે જુવારનું વાવેતર નોર્મલી 14,000 હેક્ટર સામે આ વર્ષે 20,665 હેક્ટરમાં વાવેતર થયું છે જે સામાન્ય કરતા 46 ટકા વધારે છે. ઉપરાંત (4) શેરડીનું વાવેતર ગત વર્ષે 1.60  સામે આ વર્ષે 1.73 લાખ હેક્ટરમાં (5) તમાકુનું રાબેતા મૂજબ 1,26,621 હેક્ટરમાં (6) ધાણાનું ગત વર્ષે 2.20 લાખથી ઘટીને આ વર્ષે 1.20 લાખ હેક્ટર (7) લસણનું 14,105 હેક્ટર (8) ઈસબગુલનું વાવેતર ગત વર્ષથી બમણું, 24,837  હેક્ટરમાં (191 ટકા) (9) સવાનું વાવેતર પણ ગત વર્ષે 16,888 સામે આ વર્ષે 23,762 હેક્ટરમાં (10) બટાટાનું વાવેતર ગત વર્ષે 1.30 લાખ હેક્ટર સામે આ વર્ષે વધીને 1.34  લાખ હેક્ટરમાં (11) શેરડીની માંગ વધી રહી છે ત્યારે ગત વર્ષે 1.60 લાખ હે.સામે આ વર્ષે 1.73  લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here