ગુજરાતના બે IAS અધિકારીઓને કેન્દ્રમાં મળ્યું ડેપ્યુટેશન:વિજય નહેરા અને મનીષ ભારદ્વાજ જશે દિલ્હી

ગુજરાતના બે IAS અધિકારીઓને કેન્દ્રમાં મળ્યું ડેપ્યુટેશન:વિજય નહેરા અને મનીષ ભારદ્વાજ જશે દિલ્હી
ગુજરાતના બે IAS અધિકારીઓને કેન્દ્રમાં મળ્યું ડેપ્યુટેશન:વિજય નહેરા અને મનીષ ભારદ્વાજ જશે દિલ્હી
ગુજરાતના વધુ બે આઈએએસ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન મળ્યું છે. જેમાં વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ સોંપાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્ર કેબિનેટ કમિટી દ્વારા 11 જેટલા આઈએએસ અધિકારીઓને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે આઈએએસ અધિકારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે નામોમાં આઈએએસ વિજય નહેરા અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે. આઈએએસ વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં ડેપ્યુટેશન અપાયું છે. જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ સોંપાઈ

ઉલ્લેખનીય છે કે 2001ની બેચના આઈએએસ અધિકારી વિજય નહેરા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ સાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની પાસે ગુજરાત ઈન્ફોમિટિક્સ લિમિટેડની જવાબદારી હતી. હવે તેમને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ નેશનલ ડિફેન્સ કોલેજમાં સીનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે 5 વર્ષની નિમણૂંક આપવાામં આવી છે. વિજય નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે અને તેમણે કેમેસ્ટ્રીમાં એમએસસી અને આઈઆઈટી મુંબઈથી અભ્યાસ કરેલો છે.

Read Saurashtra Kranti E-Paper here

વિજય નહેરાનો જન્મ રાજસ્થાન ખાતે આવેલ સિકર જિલ્લાના છોટી સિહોત ગામે થયો હતો.તેઓ એક સૈનિકના દિકરા છે. તેઓએ સરકારી સહાયની મદદથી અભ્યાસ કર્યો છે.વિજય નહેરા 2001ની બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ વડોદરાના જિલ્લા કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ જિલ્લા કલેક્ટર જેવા પદો પર પણ રહી ચૂકેલા છે.તેઓ જ્યારે વડોદરા કલેક્ટર હતા, ત્યારે તેમને નરેન્દ્ર મોદીના હસ્તે સર્વ શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કાર મળ્યો હતો.હાલ વિજય નહેરા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ છે

મનીષ ભારદ્વાજ 1997ની બેચના આઇએએસ ઓફિસર છે.હાલમાં તેઓ નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી છે.તેમના પત્ની સોનલ મિશ્રા પણ IAS ઓફિસર છે.મિશ્રાને તાજેતરમાં મોકલવામાં આવ્યા છે.તેઓને દિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here