કોરોનાના નવા વેરિયન્ટને લઈ સર ટી. હોસ્પિટલ તંત્ર સજ્જ

કોરોનાના નવા વેરિયન્ટને લઈ સર ટી. હોસ્પિટલ તંત્ર સજ્જ
કોરોનાના નવા વેરિયન્ટને લઈ સર ટી. હોસ્પિટલ તંત્ર સજ્જ
કોરોનાના નવા વેરિયન્ટથી લોકોમાં ચિંતા વધી છે ગુજરાતમાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા છે ત્યારે ભાવનગર સર ટી. હોસ્પિટલ દ્વારા આ પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

દવાનો સ્ટોક, બેડ અને સ્ટાફ અંગે તૈયારી કરી લીધી છે તથા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને લોકોમાં ચિંતા પ્રસરી છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ સામે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગર સર ટી. હોસ્પિટલ દ્વારા પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરુ કરાઈ છે સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો બીનજરુરી પેનિક કરે નહી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. સર ટી. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સર ટી. હોસ્પિટલે દ્વારા દવા, સ્ટાફ, ઓક્સિજન જેવી તૈયારીઓ કરી લીધી છે. હાલ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. તેમજ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા સાથેના ૨૦ બેડ તૈયાર છે. દવાઓનો સ્ટોક અને સ્ટાફની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. લોકો દ્વારા કોરોનાની ગાઈડલાઈનું પાલન કરવામાં આવે તો  કોઈ ચિંતા નથી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here