કચ્છ બનશે એનર્જી કેપિટલ:દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક થશે તૈયાર

કચ્છ બનશે એનર્જી કેપિટલ:દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક થશે તૈયાર
કચ્છ બનશે એનર્જી કેપિટલ:દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક થશે તૈયાર
સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર ગઠિયો પકડાતાં ‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ’ આ કહેવત સાર્થક થવા જઈ રહી છે. ભૂકંપ બાદ ભારે નુકસાનીનો સામનો કરનારું કચ્છ હવે વિશ્વ આખાનું એનર્જી કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કચ્છમાં વિશ્વ આખાનું સૌથી મોટું ગ્રીન એનર્જી પાર્ક બનવા જઈ રહ્યું છે જેનો સીધો લાભ 2 કરોડ પરિવારોને થશે. કચ્છની ધરતી પર દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનવા જઈ રહ્યો છે. 726 સ્કેવર કિલોમીટરના ક્ષેત્રફળમાં આકાર લઇ રહેલો આ પાર્ક 30 ગિગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે જેનાથી લગભગ 2 કરોડ ઘર રોશન થઈ શકે તેમ છે. આ પાર્કને અદાણી જૂથની અદાણી ગ્રીન્સ કંપની બનાવી રહી છે. આ મામલે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતમાં કચ્છની ધરતી પર સાકાર થઈ રહેલા વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કની તસવીરો પોતાના સત્તવાર એક્સ હેન્ડલ પર શેર કરી છે.પોતાની પોસ્ટમાં ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે, ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારતનની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવીએ છીએ. અમે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવવા જઈ રહ્યાં છીએ. જે એક મોટો પ્રોજેક્ટ છે. આ ગ્રીન એનર્જી પાર્ક કચ્છના રણમાં 726 ચોરસ કિલોમીટર વિસ્તાર કવર કરશે. જે અંતરિક્ષમાં પણ પણ જોઈ શકાશે. આ પાર્ક થકી 30 ગીગાવોટ વીજળી જનરેટ થશે. જેનો ફાયદો 2 કરોડ ઘરોને મળશે.

આટલું જ નહીં, કચ્છના મુન્દ્રાને પોતાની કર્મભૂમિ ગણાવતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમે સૌર અને પવન ઉર્જા માટે વિશ્વના સૌથી વ્યાપક અને એકીકૃત રિન્યૂએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ ઈકો સિસ્ટમ તૈયાર કરવા જઈ રહ્યાં છીએ.આ બન્ને પ્રોજેક્ટ ભારતના ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ પ્રત્યે અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. આ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ થઈ જતાં જ ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારત ક્રાંતિનો નવો ઈતિહાસ લખશે. અનેક આરોપ અને પડકારો છતાં અદાણી ગ્રુપ આ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરી રહ્યું છે. જેનાથી ત્યાંના સ્થાનિક લોકોને જ મોટો ફાયદો મળશે.

Read National News : Click Here

તેમણે તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, અમે વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે રિન્યુએબલ એનર્જીમાં ભારતના પ્રભાવશાળી પગલામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવીએ છીએ. પડકારરૂપ રણ રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ સ્મારક પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે 20 મિલિયન ઘરોને પાવર આપવા માટે 30 ગીગાવોટ જનરેટ કરીશું. ઉપરાંત માત્ર 150 કિમી દૂર અમારી કર્મભૂમિ મુન્દ્રામાં, અમે સૌર અને પવન નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવા રહ્યા છીએ. સોલાર એલાયન્સ અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને ટકાઉ ઉર્જા તરફની ભારતની સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહરૂપ છે.

મહત્વનું છે કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પીએમ મોદીએ કર્યો હતો. 15 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન મોદીએ કચ્છમાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે તેમણે ડિસેલિનેશન પ્લાન્ટ, ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ વિશે ગૌરવમયી વાત એવી છે કે આ ભારતનો એવો પ્રોજેક્ટ હશે જેને સ્પેસથી પણ જોઈ શકાશે. ઉપરાંત 726 સ્કેવર કિલોમીટરમાં ફેલાયેલા આ પાર્કથી 30 ગિગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થશે જેનાથી લગભગ 2 કરોડ પરિવારોને વીજળી પહોંચાડી શકાય તેમ છે.

726 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો હશે પાર્ક : અંતરિક્ષમાંથી જોઈ શકાશે!!

ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે, ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારતનની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવીએ છીએ. અમે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવવા જઈ રહ્યાં છીએ. જે એક મોટો પ્રોજેક્ટ છે. આ ગ્રીન એનર્જી પાર્ક કચ્છના રણમાં 726 ચોરસ કિલોમીટર વિસ્તાર કવર કરશે. જે અંતરિક્ષમાં પણ પણ જોઈ શકાશે. આ પાર્ક થકી 30 ગીગાવોટ વીજળી જનરેટ થશે. જેનો ફાયદો 2 કરોડ ઘરોને મળશે.

2030 સુધીમાં 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક

અદાણી જૂથની થોડા મહિનાઓ પહેલા યોજાયેલી એજીએમ બેઠકમાં અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે અદાણી ગ્રીનનો વર્તમાન 8 ગીગાવોટનો પોર્ટફોલિયો દેશની સૌથી મોટી ઓપરેશનલ રિન્યુએબલ ક્ષમતા છે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન મોટા પાયે સૌથી ઓછી કિંમતના ગ્રીન ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરવા પર છે અને અમારું લક્ષ્ય 2030 સુધીમાં 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનું છે. આ પાર્ક 72, 600 હેક્ટર જમીનમાં ફેલાયેલો હશે. 49,600 હેક્ટર જમીન પર હાઇબ્રિડ પાર્ક ઝોન હશે, જેમાં 24,800 મેગ પવન અને સૌર પાવર પ્લાન્ટ હશે અને 01,25,000 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો સ્પેશિયલ વિન્ડ એનર્જી ઝોન હશે.

અદાણી ગ્રૂપના ચેરમેને એજીએમ દરમિયાન જણાવ્યું હતું કે મારો અંદાજ છે કે આગામી દાયકામાં ભારત દર 18 મહિનામાં તેના જીડીપીમાં એક ટ્રિલિયન ડોલર ઉમેરવાનું શરૂ કરશે. તેમણે કહ્યું કે આ આપણને 2050 સુધીમાં 25 થી 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર લઈ જશે. તે ભારતના સ્ટોક માર્કેટ કેપને પણ 40 ટ્રિલિયન ડોલરથી વધુ પર લઈ જશે. આમ ભારતની આર્થિક પ્રગતિની ઝડપ વધશે.

મુંદ્રામાં સૌર અને પવન નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ તૈયાર કરાશે

વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે રિન્યુએબલ એનર્જીમાં ભારતના પ્રભાવશાળી પગલામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવીએ છીએ. પડકારરૂપ રણ રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ સ્મારક પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે 20 મિલિયન ઘરોને પાવર આપવા માટે 30 ગીગાવોટ જનરેટ કરીશું. ઉપરાંત માત્ર 150 કિમી દૂર અમારી કર્મભૂમિ મુન્દ્રામાં, અમે સૌર અને પવન નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવા રહ્યા છીએ. સોલાર એલાયન્સ અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને ટકાઉ ઉર્જા તરફની ભારતની સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહરૂપ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here