અદાણી શૅરોના શોર્ટ સેલિંગથી 12 કંપનીઓએ કરોડો રૂપિયાની કમાણી:ટોપ સેલરમાં ત્રણ ભારતીય

અદાણી શૅરોના શોર્ટ સેલિંગથી 12 કંપનીઓએ કરોડો રૂપિયાની કમાણી:ટોપ સેલરમાં ત્રણ ભારતીય
અદાણી શૅરોના શોર્ટ સેલિંગથી 12 કંપનીઓએ કરોડો રૂપિયાની કમાણી:ટોપ સેલરમાં ત્રણ ભારતીય
હિન્ડનબર્ગ રિપોર્ટ અને તેના પગલે બજાર તૂટી પડવાથી જાન્યુઆરી ૨૦૨૩માં અદાણી જૂથના શૅર્સમાં કડોકો બોલાયો હતો, જેથી ગૌતમ અદાણી અને રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું, પરંતુ એફપીઆઈ-એફઆઈઆઈ સહિત ૧૨ કંપનીઓએ કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનો ઈડીની પ્રાથમિક તપાસમાં દાવો કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવાયું છે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ-અદાણી કેસમાં સેબી દ્વારા રજૂ કરાયેલા યથાસ્થિતિ રિપોર્ટ મુદ્દે સુનાવણી મુલતવી રાખી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રિપોર્ટ મુજબ અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગે ૨૪ જાન્યુઆરીએ તેનો રિપોર્ટ જાહેર કર્યો તેના -૨-૩ દિવસ પહેલાં જ ૧૨ કંપનીઓમાંથી કેટલીક કંપનીઓએ પોઝિશન કરી લીધી હતી. તેમાં કેટલીક કંપની પહેલી જ વખત શોર્ટ પોઝિશન કરી હી હતી. ઈડીએ તેની પ્રાથમિક તપાસનો રિપોર્ટ બજાર નિયમનકાર સેબીને જુલાઈમાં શૅર કર્યો હતો તેમ ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલમાં  જણાવાયું છે.આ રિપોર્ટ મુજબ ઘરેલુ રોકાણકારો ઉપરાંત સેબીમાં રજિસ્ટર્ડ એફપીઆઈ અને એફઆઈઆઈને ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરવાની મંજૂરી હોય છે. અદાણી જૂથની કંપનીઓમાં શોર્ટ સેલિંગ કરનારી ૧૨ કંપનીઓમાંથી ૩ ભારતની હતી, જેમાંથી એક વિદેશી બેન્કની ભારતીય શાખા છે જ્યારે ચાર કંપની મોરેશિયસની તથા એક-એક ફ્રાન્સ, હોંગકોંગ, કેમેન ટાપુ, આયર્લેન્ડ અને લંડનની કંપનીઓ છે. આ ૧૨માંથી કોઈપણ કંપનીએ ઈન્કમ ટેક્સ અધિકારીઓને તેમના માલિકો અંગે માહિતી આપી નથી.

આ કંપનીઓમાંથી કેટલીકે કેટલાક મહિનામાં જ કરોડો રૂપિયાની કમાણી કરી છે. એક કંપની સત્તાવાર રીતે જુલાઈ ૨૦૨૦માં શરૂ થઈ. સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી તેણે કોઈ કારોબાર કર્યો નહોતો અને સપ્ટેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ સુધીમાં માત્ર છ મહિનામાં જ આ કંપનીનો કારોબાર રૂ. ૩૧,૦૦૦ કરોડનો થઈ ગયો, જેનાથી કંપનીને રૂ. ૧,૧૦૦ કરોડની કમાણી થઈ. એ જ રીતે એક ફાઈનાન્સિયલ સર્વિસ આપતા જૂથને માત્ર રૂ. ૧૨૨ કરોડની કમાણી થઈ હતી. આ ગ્રુપ ભારતમાં એક કંપની તરીકે કામ કરે છે જ્યારે અન્ય એક વિદેશી રોકાણકાર કંપનીને રૂ. ૯,૭૦૦ કરોડની કમાણી થઈ હતી.

Read About Weather here

કેમેન આઈલેન્ડવાળી એક રોકાણકાર કંપનીનો માલિકી હક ધરાવતી કંપની ઈનસાઈડર ટ્રેડિંગ માટે દોષિત સાબિત થઈ હતી અને તેણે અમેરિકામાં ૧૪,૮૮૦ કરોડથી વધુનો દંડ ભરવો પડયો હતો. અન્ય એક કંપનીએ ૨૦ જાન્યુઆરીએ જ અદાણી જૂથના શૅરોમાં શોર્ટ પોઝિશન લીધી હતી અને ૨૩મીએ તેને વધારી હતી. મોરેશિયસની એક કંપનીએ ૧૦મી જાન્યુઆરીએ પહેલી વખત શોર્ટ પોઝિશન લીધી હતી.દરમિયાન સુપ્રીમ કોર્ટે સેબી દ્વારા રજૂ કરાયેલા યથાસ્થિતિ રિપોર્ટ સંબંધે અદાણી-હિન્ડેનબર્ગ કેસમાં સુનાવણી મુલતવી રાખી છે. મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વની બંધારણીય બેન્ચ હાલ કલમ ૩૭૦ રદ કરવાને પડકારતી અરજીઓની સુનાવણી ચાલુ રાખશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here