
આગામી ૧૪મી સપ્ટેમ્બરથી રાજ્યભરના ડીલરોને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવાશે. આરટીઓનો ટેક્સ ભરવાથી માંડીને ડોકયુમેન્ટનું વેરિફિકેશન અને વાહનનો નંબર પણ ડીલરો જ ફાળવી દેશે.
Visit Saurashtra Kranti Homepage here
જોકે, રજિસ્ટ્રેશનની સત્તા આપવા સાથે વાહન વ્યવહાર વિભાગે ૧૪મીથી ફરજિયાત હાઈ સિકયુરિટી નંબરપ્લેટ લગાડીને જ વાહનનું વેચાણ કરવા આદેશ આપ્યો છે. HSRP વગર વ્હીકલનું વેચાણ કરનારા ડીલરોનું ૩૦ દિવસ માટે ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરી દેવાશે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ પકડાશે તો ફાજદારી રાહે પણ કાર્યવાહી કરાશે.અત્યાર સુધી વાહનોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ દ્વારા કરાતી હતી. ડીલરો આરટીઓનો ટેક્સ અને ઇન્સ્યોરન્સ ઉતારી વાહનમાલિકોને વ્હીકલની ડિલિવરી આપી દેતા હતા. ત્યારબાદ ડીલરો ફૂરસદે વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરતા હતા.
પરંતુ હવે આગામી ૧૪મી સપ્ટેમ્બરથી ડીલરોએ ફરજિયાતપણે વાહનનું રજિસ્ટ્રેશન કરી નંબરપ્લેટ લગાડીને જ વ્હીકલનું વેચાણ કરવું પડશે. ડીલરોને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી આપવા સાથે વાહન વ્યવહાર વિભાગે ચોક્કસ શરતો પણ રાખી છે. વ્હીકલની હાઈ સિકયુરિટી નંબર પ્લેટ લગાડીને વાહનની ડિલિવરી કરવા સાથે સમયમર્યાદામાં વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવા આદેશ આપ્યો છે.જો IISRP લગાડયા વગર વાહનની ડિલિવરી કરશે શરૂઆતમાં ૩૦ દિવસ અથવા ૯૦ દિવસ માટે ટી.સી. સસ્પેન્ડ કરાશે. પરંતુ ડીલરો અવારનવાર આવુ કૃત્ય કરશે તો ટ્રેડ સર્ટીફીકેટ કાયમી ધોરણે રદ કરી દેવાશે.
Read Saurashtra Kranti E-Paper here
સમય મર્યાદામાં વ્હીકલનું રજીસ્ટ્રેશન નહીં કરશે તો વાર્ષિક અથવા લાઇફટાઇમ ટેકસના ૧૫ ગણો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત ખોટા પુરાવા, દસ્તાવેજો અથવા ખોટા એન્જિન નંબર અને ચેસિશ નંબર આધારે વાહનનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો એક વર્ષ સુધીની જેલની સજા સબબનો ગુનો નોંધાવાશે. ઉપરાંત વાર્ષિક રોડ ટેકસની રકમના દસ ગણી રકમના બે તૃતીયાંશ જેટલો દંડ વસુલવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here