ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે 2025ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં NAVIC ની સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કાં તો કંપનીઓ મોબાઈલ ફોનમાં NAVIC સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ NAVIC ચિપસેટ આપી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
NAVIC શું છે, જેને Appleએ તેની નવી સીરીઝમાં કર્યો છે સપોર્ટ
ઉલ્લેખનીય છે કે, Appleએ તેની નવી સીરીઝમાં NAVIC ને સપોર્ટ કર્યો છે. તમને આ સેવા iPhone 15 pro અને Pro Maxમાં મળશે. જેઓ NAVIC શું છે તે જાણતા નથી તેઓ જાણી લે કે તેને અંગ્રેજીમાં નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન કહેવાય છે. આ એક ભારતીય GPS સિસ્ટમ છે જે ISRO દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેની મદદથી અમેરિકાની જીપીએસ સિસ્ટમ પરથી દેશની નિર્ભરતા ખતમ થઈ જશે.
Read Saurashtra Kranti E-Paper here
રાજ્યમંત્રીએ કહ્યું કે 5G સ્માર્ટફોને 1 જાન્યુઆરી, 2025 સુધીમાં NAVIC (Navigation with Indian Constellation) ને સપોર્ટ કરવો પડશે અને અન્ય મોબાઈલ કંપનીઓએ ડિસેમ્બર 2025 સુધીમાં તેમના ફોનમાં આ સેવા આપવી પડશે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ અથવા PLI સ્કીમના આગામી રાઉન્ડમાં સિસ્ટમ ડિઝાઇનમાં ભારતીય બનાવટ અથવા ડિઝાઇન કરેલી NavIC-સપોર્ટિંગ ચિપ્સનો ઉપયોગ કરવા માટે ઈન્સેન્ટિવ પણ આપી શકે છે. એટલે કે કંપનીઓને થોડો ફાયદો થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here