સરકાર કાર માટે 6-એરબેગનો નિયમ ફરજિયાત બનાવશે નહિ:નીતિન ગડકરી

સરકાર કાર માટે 6-એરબેગનો નિયમ ફરજિયાત બનાવશે નહિ:નીતિન ગડકરી
સરકાર કાર માટે 6-એરબેગનો નિયમ ફરજિયાત બનાવશે નહિ:નીતિન ગડકરી
દેશમાં વેચાતી તમામ કારમાં 6 એરબેગ ફરજિયાત કરવામાં આવશે તેવી લાંબા સમયથી ચાલતી ચર્ચા પર કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે ભારતમાં પેસેન્જર કારમાં 6-એરબેગ સલામતીના નિયમને ફરજિયાત નહીં કરાય.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં નવા ક્રેશ ટેસ્ટ નિયમો અમલમાં આવ્યા બાદ સરકાર ભારતમાં પેસેન્જર કાર માટે છ-એર બેગ સલામતી નિયમને ફરજિયાત બનાવશે નહીં.ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની વાર્ષિક બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર કાર માટે 6 એરબેગ્સનો નિયમ ફરજિયાત બનાવશે નહીં. તેમણે કહ્યું કે દેશમાં ઘણી વાહન ઉત્પાદક કંપનીઓ છે જે પહેલાથી જ 6 એરબેગ આપી રહી છે અને તે કંપનીઓ તેમની કારની જાહેરાત પણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાની જરૂર નથી.

Read Saurashtra Kranti E-Paper here

નીતિન ગડકરીએ કહ્યું કે દેશનું ઓટો સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. ભારત તાજેતરમાં જ જાપાનને પછાડી વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. આવી સ્થિતિમાં વાહનોમાં નવી ટેક્નોલોજીને લઈને સ્પર્ધા પણ વધી રહી છે. વાહન માલિકો પણ નવી ટેક્નોલોજી અને ફીચર્સને પ્રાધાન્ય આપી રહ્યા છે, તેથી કેટલીક કંપનીઓએ તેમના વાહનોમાં 6 એરબેગ્સ સામેલ કરી દીધા છે. આ સ્થિતિમાં, જે બ્રાન્ડ્સ સ્પર્ધાત્મક રહેવા માંગે છે તેઓ તેમના વાહનોમાં 6 એરબેગ્સ પણ આપશે. પરંતુ અમે તેને ફરજિયાત બનાવીશું નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here