શ્રીહનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા અમદાવાદના નિકોલમાં ખોડલધામ મેદાનમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન

શ્રીહનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા અમદાવાદના નિકોલમાં ખોડલધામ મેદાનમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન
શ્રીહનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા અમદાવાદના નિકોલમાં ખોડલધામ મેદાનમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન
અમદાવાદના આંગણે નિકોલમાં 1100ડ600 ફૂટના ખોડલધામ ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં શ્રીહનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આગામી 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી આ કથા યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી કથાનું હજાર લોકોને કથાનું રસપાન કરાવશે. ત્યારે આ કથામાં લોકો માટે શું-શું ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે અને કથામાં કયા-કયા આકર્ષણો હશે તેની તમામ માહિતી અમે તમને ઇન્ફોગ્રાફિક્સ દ્વારા જણાવીએ.ખાસ યુવાનો માટે આયોજન કરાયું: આયોજકોના જણાવ્યા મુજબ આજના યુગમાં યુવાનો હનુમાન દાદાને પોતાના આદર્શ માને છે ત્યારે વધુમાં વધુ યુવાનો આ કથામાં જોડાય તે માટે આ કથાનું નામ જ યુવા કથા રાખવામાં આવ્યું છે.કથા દ્વારા શ્રી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોથી યુવા વર્ગને સંસ્કારથી સુશોભિત કરવાનો ઉમેદ હેતુ છે. કથામાં યુવાનોને વ્યસન મુક્તિ તેમજ રાષ્ટ્રભક્તિ અને ભક્તિનો સમન્વય થાય તે હેતુ છે. દરરોજ કથા પૂર્વે રાષ્ટ્રગાન પણ કરવામાં આવશે. કથા થકી દરેક વર્ગના લોકોને એક સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.કથામાં સામાજિક કાર્યનું આયોજન: ખોડલધામ ગ્રાઉન્ડમાં આયોજિત આ કથામાં કથાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કરાશે. 7 દિવસ ચાલનારી આ કથા દરમિયાન દરરોજ રક્તદાન શિબિર તેમજ વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. સર્વરોગ નિદાન કેમ્પમાં હદયરોગ, ડાયાબીટીસ, મગજ અને કરોડરજ્જુ, બાળરોગો, સાંધા અને હાડકા, પેટના રોગો, આંખના રોગો, સ્ત્રીરોગો, કેન્સર નિષ્ણાંત, ફીજીયોથેરાપી, દાંતના રોગો, વેગેરેના અનુભવી અને જાણીતા ડોકટરો દ્વારા તપાસ થશે.

કથાના કાર્યક્રમ: આગામી તારીખ 28 ડિસેમ્બરના રોજ લોક ડાયરો, 29 ડિસેમ્બરના રોજ ભવ્ય અને વિશાળ પોથીયાત્રા યોજાશે. 31 ડિસેમ્બરના રોજ હનુમાન જન્મોત્સવ, 1 જાન્યુઆરીના રોજ સુંદરકાંડ પાઠ અને દાદાની સમૂહ આરતી, 2 જાન્યુઆરીના રોજ દાદાને ભવ્ય અન્નકૂટ, 4 જાન્યુઆરીના રોજ કથા પુર્ણાહુતી. આ ઉપરાંત તારીખ 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી મેડીકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.લોક ડાયરો અને ધૂન-કીર્તન: શ્રીહનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત લોક ડાયરો અને ધૂન કીર્તનનું 28મી ડિસેમ્બરના રોજ રાતે 8.30 વાગ્યે આયોજન કરાયું છે. જેમાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળા, ઉર્વશીબેન રાદડિયા, મનસુખભાઈ વસોયા અને ગોપીબેન પટેલ ઉપસ્થિત રહેશે.

પોથીયાત્રાની ભવ્યતા: 29મી ડિસેમ્બરના રોજ બપોરે 3.30 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. આ પોથીયાત્રા ગોકુલધામ બંગલોથીનીકળી ખોડલધામ કથા સ્થળે જશે. આ પોથીયાત્રા અતિ ભવ્ય, દિવ્ય અને વિશાળ હશે જેમાં 500 મહિલા ભક્તો રામચરિત માનસ ગ્રંથ પોતાના મસ્તક પણ ધારણ કરશે. તેમજ પુરુષો સાફો બાંધશે. આ ઉપરાંત અહી કાઠીયાવાડી, રાજસ્થાનની થીમ પર વેશભૂષા પણ યોજાશે. આ ઉપરાંત પોથીયાત્રામાં બગીમાં સંતો સુરતના ભક્તોને દર્શન આપશે. પોથીયાત્રામાં ડીજે, બેન્ડબાજા, નાસિક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ, સંગીત સાથે જમવાટ કરશે, હાથી ઉટગાડી, બળદગાડી પોથીયાત્રાની શોભા વધારશે. આ ઉપરાંત સ્કુલના પ્રદર્શન ફ્લોટ, વાનરો,હનુમાનજી દેવ દેવતાઓ, મિકી માઉસ સાથે અસંખ્ય ભક્તો પોથીયાત્રામાં ચાર ચાંદ લગાવશે.

Read National News : Click Here

પોથીયાત્રા દરમ્યાન વિવિધ સંદેશાઓ અપાશે: આ પોથીયાત્રા ભવ્ય અને વિશાળ તો હશે જ પરંતુ આ પોથીયાત્રા દરમ્યાન લોકોને સ્વચ્છતાનો ખાસ સંદેશ આપવામાં આવશે. જે જે રૂટ પરથી પોથીયાત્રા પસાર થશે તેની પાછળ 50 લોકોની ટીમ હશે. જે રસ્તાઓ સંપૂર્ણ સાફ કરતા જશે. આ ઉપરાંત લોકોને પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી, સ્વચ્છતા, વ્યસન મુક્તિનો સંદેશો અપાશે. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ૠ-20ની થીમ પણ પોથીયાત્રામાં સામેલ કરવામાં આવશે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત શહેરની જનતાને કોઈ અગવડતા ન પડે તે માટે 200 જેટલા સ્વયસેવકો ટ્રાફિક નિયમન પણ કરશે.

શ્રીહનુમાન જન્મોત્સવની ભવ્યતા: 31 ડિસેમ્બરના રોજ રાતે 8.30થી 11.30 સુધી શ્રીહનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં 175 કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે. 4 હજાર કિલો ચોકલેટ અને કેડબરી દાદાને ધરાવવામાં આવશે. 700 કિલો પુષ્પ સંતો દ્વારા હનુમાનજી પર વર્ષાવવામાં આવશે. સમગ્ર સભા મંડપને ફૂલો અને ફુગ્ગાથી શણગારવામાં આવશે. ભવ્ય આતશબાજી અને સમૂહ આરતી કરવામાં આવશે.

વિશેષ અન્નકૂટ ધરાવાશે: 2 જાન્યુઆરીના રોજ ‘મારા દાદાને મારો અન્નકૂટ’ કાર્યક્રમ હેઠળ દાદાને વિશેષ રીતે અન્નકૂટ ધરાવવામાં આવશે. જેમાં લોકો પોતાના ઘરેથી દાદા માટે અલગ-અલગ વાનગીઓનો અન્નકૂટ લઈને આવશે જે વિશેષ રીતે ગોઠવણી કરીને દાદાને ધરાવવામાં આવશે. દાદાને 5 હજાર કિલો મીઠાઈનો અન્નકુટ ધરાવાશે. આ ઉપરાંત દરેક પ્રકારના નમકીન, ફ્રૂટ, શાકભાજી, દરેક પ્રકારના રસ અને જ્યૂસ જેવી વાનગી હશે.   

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here