ફૂડ માટેના ખાસ પેકેજીંગ બનાવતી સ્વિત્ઝર્લેન્ડની એસઆઈજી નામની કંપની અમદાવાદ નજીક રૂ. 880 કરોડના ખર્ચે ખાસ પ્લાન્ટ બનાવશે. આ કંપની 100 દેશોમાં વ્યાપાર ધરાવે છે. આ કંપનીનો પ્લાન્ટ શરૂ થવાથી ગુજરાતની અનેક કંપનીઓને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેકેજીંગ મળવાનું છે.
Visit Saurashtra Kranti Homepage here
એસઆઇજી જે સ્વિટ્ઝર્લેન્ડમાં મુખ્ય મથક ધરાવતી વૈશ્વિક પેકેજિંગ સોલ્યુશન્સ કંપની છે. તે બાવળા નજીક ભારતમાં તેના પ્રથમ એસેપ્ટિક કાર્ટન પ્લાન્ટનો પાયો નાખ્યો છે. કંપની આના માટે અંદાજે રૂ. 880 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ એસાઈજીનો આ પ્રકારનો 10મો પ્લાન્ટ હશે. કંપની 2023 અને 2025 ની વચ્ચે વાર્ષિક 4 બિલિયન પેક સુધીની ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા માટે નાણાંનું રોકાણ કરશે. અનુગામી રોકાણો દર વર્ષે ક્ષમતા વધારીને 10 બિલિયન પેક થવાની અપેક્ષા છે. એસાઈજીના સીઇઓ સેમ્યુઅલ સિગ્રિસ્ટે જણાવ્યું હતું કે, “ભારતીય બજાર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ટકાઉ એસેપ્ટિક પેકેજિંગ સોલ્યુશન્સની માંગમાં વધારો થઈ રહ્યો છે.
Read Saurashtra Kranti E-Paper here
ઉલ્લેખનીય છે કે ફૂડ અને બ્રેવરેજીસ ક્ષેત્રે ગુજરાતની અનેક કંપનીઓએ ઉંચી ઉડાન ભરી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેકીંગ પણ જરૂરી છે. કોઈ પણ પ્રોડક્ટ માટે તેનું પેકિંગ એ મહત્વનું પાસું હોય છે. તેવામાં સ્વિત્ઝર્લેન્ડની કંપની જે પેકેજીંગ ક્ષેત્રે વિશ્વની ટોચની કંપનીઓમાંની એક છે. તે ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાની હોય ગુજરાતની ફૂડ અને બ્રેવરેજીસ કંપનીઓને શ્રેષ્ઠ પેકેજીંગ ઘરઆંગણે મળી રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here