આ અંગે મળતી માહિતી અનુસાર, કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી આંચકા અનુવાય રહ્યા છે. આંચકાના કારણે ગામની જમીનોમાં તિરાડો પડી ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
ગામમાં એક જગ્યાએ તો આંચકાના કારણે 500 મીટરથી વધુ લાંબી તિરાડ પડી ગઈ છે. ભેદી આંચકાઓ અને જમીનમાં પડી રહેલી તિરાડોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસથી ભેદી આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આંચકાઓના કારણે ગામની જમીનમાં 500 મીટર કરતા લાંબી તિરાડ પડતા તંત્રની ટીમો પણ વાડી ગામ ખાતે દોડી આવી છે અને કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. જોકે, અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે આ ભૂકંપના આંચકા છે કે અન્ય કોઈ કારણસર આંચકા આવી રહ્યા છે.
તો આ અંગેની જાણ તાલુકામાં અને ડિઝાસ્ટર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ટીમો પણ દોડી આવી છે. ગતરોજ સ્થાનિક તંત્રની ટીમ વાડી ગામ ખાતે પહોંચી હતી અને કુજવેરી ફરિયામાં જમીનોમાં પડેલી તિરાડનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, હજુ સુધી આની પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો તંત્ર દ્વારા આ આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે, તેનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરાયા છે.
Read Saurashtra Kranti E-Paper here
અત્રે ઉલ્લખનીય છે કે, વલસાડના વાડી ગામના કુજવેરી ફરિયામાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી ભેદી આંચકા અનુભવાતા ભેદી આંચકાઓથી જમીનમાં તિરાડો પડતા વાડી ગામના લોકોમાં ભયનો માહોલ છે. તાલુકાની ટીમો ગામમાં નિરીક્ષણ કરી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here