વડોદરામાં 10 ઓવરબ્રિજના 17 થી 20 થાંભલા પર 70 સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી ચાલુ

વડોદરામાં 10 ઓવરબ્રિજના 17 થી 20 થાંભલા પર 70 સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી ચાલુ
વડોદરામાં 10 ઓવરબ્રિજના 17 થી 20 થાંભલા પર 70 સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી ચાલુ
અમદાવાદમાં ઇસ્કોન ફ્લાય ઓવર બ્રિજ પર અકસ્માત ની ગંભીર દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશન પણ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જાગ્યું હોય તેમ શહેરના 10 ફ્લાય ઓવરબ્રિજ પર ચાંપતી નજર રાખવા 70 સીસીટીવી કેમેરા રાખવા સંદર્ભે હાલ આ માટે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે .

Visit Saurashtra Kranti Homepage here

એકાદ મહિનામાં કામગીરી પૂર્ણ થઈ જશે તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશન પાસે સીસીટીવી કેમેરાનું ચાર રસ્તા ઉપર તેમજ સંવેદનશીલ જગ્યાઓ પર નેટવર્ક છે. તાજેતરમાં કાલાઘોડા, મંગલ પાંડે અને ભીમનાથ બ્રિજ પર કેમેરા મૂકવામાં આવ્યા છે, જેની પાછળ ઈરાદો બ્રિજ પરથી પસાર થતાં ટ્રાફિકનું મોનિટરિંગ કરવા ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં કોઈ ગંદકી ન ઠાલવે તેની ચાંપતી નજર રાખવાનો છે. જોકે ઓવરબ્રિજ પર સીસીટીવીનું નેટવર્ક નહીં હોવાથી કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે 10 બ્રિજ છે, તેના પર 17 થી 20 થાંભલા ઉપર 70 કેમેરા ફીટ કરવામાં આવશે. કેમેરામાં દ્વારા  સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મોનિટરિંગ થઈ શકશે. હાલમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર બંને બાજુ સીસીટીવી કેમેરા ચાલુ છે. લાલબાગ બ્રિજ અને પ્રતાપ નગર બ્રિજ ખાતે ફાઉન્ડેશન ની કામગીરી ચાલુ છે.

Read About Weather here

અટલબિજનું પણ એક સ્થળે ફાઉન્ડેશનનું કાર્ય ચાલુ કરાયું છે  જે કેમેરા ફીટ કરવામાં આવશે તે હાઇ ડેફીનેશન છે. નાઈટ વિઝન રેકોર્ડિંગ પણ થઈ શકશે. આઇટી 67 કેમેરા વરસાદ અને તડકામાં પણ કાર્યરત રહે છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું કે બ્રિજ પરથી પસાર થતાં વાહન ચાલકો કે જેઓ પુરપાટ પોતાનું વાહન ચલાવે છે ,જેમાં કોઈનો પણ જીવ ન જાય તેની સુરક્ષા ની કડીરૂપે બ્રિજ પર સીસીટીવી કેમેરા રાખવાનું નક્કી કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here