લાયન સફારી પાર્કને નેશનલ ઝૂ ઓથોરિટીની મંજૂરી

લાયન સફારી પાર્કને નેશનલ ઝૂ ઓથોરિટીની મંજૂરી
લાયન સફારી પાર્કને નેશનલ ઝૂ ઓથોરિટીની મંજૂરી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રાણીઉદ્યાન હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે હાલ જુદી જુદી 67 પ્રજાતીઓના કુલ 555 પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહેલ છે. જેમાં મુખ્યત્વે એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે પ્રજાતિના રિંછ, બે પ્રજાતિની મગરો, છ પ્રજાતિના હરણો, ચાર પ્રજાતિના વાંદરા, ચાર પ્રજાતિના શ્વાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝૂ ખાતે અત્યાધુનિક સાપઘર અને માછલીઘર મુલાકાતીઓનુ આકર્ષણનું કેન્દ્ર છે.

એશિયાઇ સિંહ સંવર્ધન કેન્દ્ર:  સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાનને એશિયાઇ સિંહના સંવર્ધન અને ઉછેર માટે પાર્ટી સેપેટીંગ ઝૂ તરીકેની માન્યતા આપેલ છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટ ઝૂ ખાતે 50 સિંહબાળનો સફળતાપૂર્વક ઉછેર કરવામાં આવેલ. આ સમગ્ર સંવર્ધ અને ઉછેર માટેનો પ્રોગ્રામ ખુબ જ વૈજ્ઞાનીક રીતે અને બંધનાવસ્થામાં જનીનીક દ્રષ્ટિએ તંદુરસ્ત એવી એશીયાઇ સિંહની વસ્તીને વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Read National News : Click Here

આ માટે આજી ડેમ ખાતે આવેલ જુના ઝૂને અલગથી જ એશિયાઇ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલ છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હીના ધારાધોરણ મુજબ વન્યપ્રાણી વિનીમય દ્વારા રાજકોટ ઝૂ ખાતેથી હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ, પંજાબ, લખનઉ ઝૂ, મૈસુર ઝૂ, ભિલાઇ ઝૂ, છતીસગઢ, કાંકરીયા ઝૂ, અમદાવાદ, સક્કરબાગ ઝૂ, જુનાગઢ વિગેરે અલગ અલગ ઝૂ ખાતે સિંહો આપી અન્ય મહત્વનાવન્યપ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here