રિલાયન્સે ભારતીય ભાષાઓમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે એનવિદ્ય સાથે ભાગીદારી 

રિલાયન્સે ભારતીય ભાષાઓમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે એનવિદ્ય સાથે ભાગીદારી 
રિલાયન્સે ભારતીય ભાષાઓમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે એનવિદ્ય સાથે ભાગીદારી 
કરોડ પતિ હોય કે ક્લાર્ક માણસની જ્યારે ઉમર વધે ત્યારે તેની દ્રશ્ટિ અર્થાત  વિઝન અને નિર્ણય શક્તિ  નબળી પડી જાય છે. પરિણામે ડ્રાયવરની સીટ છોડીને પાછળની સીટ પર બેસવું તેના માટે અને કંપનીનાં માટે હિતાવહ હોય છૈ. 

Visit Saurashtra Kranti Homepage here

કોઇ આ નિર્ણય તબક્કાવાર લે છે તો કોઇ એક ઝાટકે નક્કી કરી નાખે છે. મુદ્દાની વાત ઉપર આવીએ તો મુકેશ અંબાણીને હવે 67 મું વર્ષ ચાલે છે. જ્યારે તેમનાં જોડિયા સંતાનો આકાશ અને ઇશા 31 વર્ષના તથા અંનત 28 વર્ષના થયા. ઉંમર કહે છે કે મુકેશ અંબાણીઐ પાછળની સીટ ઉપર બેસવાનો સમય આવી ગયો છે. અને અંબાણી પરિવાર છેલ્લા બે-ત્રણ વર્ષથી આના આયોજનમાં પણ હતો જ.  અંતે હાલમાં જ યુવા પેઢીની બોર્ડમાં એન્ટ્રી થઇ છે.આ સાથે જ એક સાથે મલ્ટિપલ બિઝનેસમાં રિલાયન્સની એન્ટ્રીનાં સંકેત મળ્યા છે. સપ્ટેબર મહિનાની જ વાત કરીએ તો રિલાયન્સે ભારતીય ભાષાઓમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે એનવિદ્યા સાથે ભાગીદારી કરી છે.

જે આગામી દિવસોમાં ભારતની વિવિધ ભાષાઓમાં એપ્લિકેશન અને સુપર કોમ્પ્યુટર જવા ઉપકરણો બનાવી શકે છે. આ ઉપરાંત અંબાણી પરિવારની નવી પેઢી ભારતની સૌથી મોટી માગ એવી સેમિક્ન્ડક્ટર ચિપ્સનું ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની રણનીતિ સાથે વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહી છે. બાકી હોય તો હાલમાં જ ઇશા અંબાણીઐ આલિયા ભટ્ટની એડ-એ-મમ્મા એપરલ બ્રાન્ડમાં 51 ટકાની ભાગીદારીની જાહેરાત કરી છે.

Read Saurashtra Kranti E-Paper here

આજે દરેક ધંધામાં રિલાયન્સને આવવું છે. આને કહેવાય કર લો દુનિયા મુઠ્ઠી મેં..!આજે બજાર કહે છે કે જે ધંધામાં અંબાણી કે અદાણી એન્ટ્રી કરે એ ધંધા માંથી અન્યોઐ એક્ઝીટ કરી લેવી અથવા તો આ કંપનીઓનં જોબ વર્ક શરૂ કરી દેવું. પરંતુ હાલમાં જે રીતે રિલાયન્સ બિઝનેસની નવી દિશાઓ શોધી રહ્યું છે તો જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં રિલાયન્સ બધા ધંધામાં હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here