રાજ્‍યમાં નવરાત્રી-દિવાળી દરમિયાન ૩ લાખથી વધુ વાહનોનું વેચાણ 19 ટકા વધી રેકોર્ડસ્તરે

રાજ્‍યમાં નવરાત્રી-દિવાળી દરમિયાન ૩ લાખથી વધુ વાહનોનું વેચાણ 19 ટકા વધી રેકોર્ડસ્તરે
રાજ્‍યમાં નવરાત્રી-દિવાળી દરમિયાન ૩ લાખથી વધુ વાહનોનું વેચાણ 19 ટકા વધી રેકોર્ડસ્તરે
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા), ગુજરાતના ડેટા અનુસાર, ૪૨-દિવસીય તહેવારોની સિઝનએ નવરાત્રી-દિવાળીના સમયગાળા દરમિયાન ૩૭% વૃદ્ધિ નોંધાવતા વાહનોના વેચાણને નોંધપાત્ર વેગ આપ્‍યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ટુ-વ્‍હીલર્સ, પેસેન્‍જર કાર, કોમર્શિયલ વાહનો, ટ્રેક્‍ટર અને થ્રી વ્‍હીલર્સનો સમાવેશ કરીને કુલ વાહનોનું વેચાણ અગાઉના વર્ષની તહેવારોની સીઝનમાં ૨.૩૫ લાખથી વધીને આ વર્ષે ૩.૨૩ લાખ થઈ ગયું છે.આ સમયગાળા દરમિયાન ટુ-વ્‍હીલરના વેચાણમાં ૪૯.૫%નો વધારો જોવા મળ્‍યો હતો, જયારે કારના વેચાણમાં ૨૯%નો વધારો થયો હતો.મજબૂત માંગને કારણે, ભારતમાં ઓટોમોબાઈલ રિટેલ વેચાણ આ તહેવારની સિઝનમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્‍યું હતું, જેમાં ટ્રેક્‍ટરને બાદ કરતા તમામ સેગમેન્‍ટમાં વર્ષ-દર-વર્ષની વૃદ્ધિ નોંધાઈ હતી. આ વર્ષે ૪૨-દિવસના તહેવારોના સમયગાળામાં એકંદરે ઓટોમોબાઈલનું વેચાણ ૧૯% વધીને ૩૭,૯૩,૫૮૪ યુનિટ થયું છે. પેસેન્‍જર વ્‍હીકલનું છૂટક વેચાણ વધીને ૫,૪૭,૨૪૬ યુનિટ થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૦% વધારે છે.

આ વર્ષે ટુ-વ્‍હીલરનું રજિસ્‍ટ્રેશન વાર્ષિક ધોરણે ૨૧% વધીને ૨૮,૯૩,૧૦૭ યુનિટ થયું છે. ૪૨-દિવસની વિન્‍ડોમાં વાણિજિયક વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૮% વધીને ૧,૨૩,૭૮૪ યુનિટ થયું છે. થ્રી-વ્‍હીલરનું રજીસ્‍ટ્રેશન ૪૧% વધીને ૧,૪૨,૮૭૫ યુનિટ થયું હતું.તમિલનાડુએ ૪૨-દિવસના તહેવારોના સમયગાળા દરમિયાન ઓટો રિટેલમાં ૧૨% નો વધારો અનુભવ્‍યો હતો, જેમાં કુલ ૨૩૨,૨૬૨ એકમોનું વેચાણ થયું હતું. રાજયમાં ટુ-વ્‍હીલરનું વેચાણ ૧૦%, થ્રી-વ્‍હીલરનું ૯૩.૫%, કાર અને SUVનું વેચાણ ૨૦.૬% અને ટ્રેક્‍ટરનું ૧૯.૫% વધ્‍યું છે. રાષ્ટ્રીય સ્‍તરે, તહેવારોની સિઝન દરમિયાન ઓટો રિટેલ્‍સમાં ૧૯%નો ઉછાળો જોવા મળ્‍યો હતો.

Read National News : Click Here

ટુ-વ્‍હીલરના વેચાણમાં વધારો ગ્રામીણ માંગમાં વધારો સૂચવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્‍તારોમાં રેકોર્ડ-બ્રેકિંગ વેચાણ જોવા મળ્‍યું હતું, જે ટુ-વ્‍હીલરની ખરીદીમાં ઉછાળામાં ફાળો આપે છે.ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન 21 ટકા વધીને 28,93,107 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 23,96,665 યુનિટ હતું. અનેક કેટેગરીમાં વિક્રમી વેચાણ જોવા મળ્યું હતું. ગ્રામીણ ક્ષેત્રે ટુ વ્હીલરની ખરીદી નોંધપાત્ર જોવા મળી હતી. કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 42 દિવસની સીઝનમાં 8 ટકા વધીને 1,23,784 યુનિટ થયું હતું.થ્રી વ્હીલરનું વેચાણ 41 ટકા વધીને 1,42,875 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 1,01,052 યુનિટ હતું. ટ્રેકટરનું વેચાણ સાધારણ ઘટીને 86,572 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 86,951 યુનિટ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here