હિરાસર ગામ પાસે ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થયેલ રાજકોટના નવા વિમાન મથક ખાતે સારી વસ્તુઓ બની રહી છે. આ સાથે, ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં, રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઇમથક ગત વર્ષે તેની નક્કી થયેલ ડીઝાઇન કરતા મોટું અને બહેતર બનશે.
Visit Saurashtra Kranti Homepage here
હવે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા રાજકોટથી ૩૦ કીલોમીટર દૂર આવેલ આ ટર્મીનલ બીલ્ડીંગમાં સુધારો કરશે એટલું નહીં તેની પેસેન્જર હેન્ડલીંગ ક્ષમતામાં પણ વધારો કરશે. નવા પ્લાન અનુસાર હવે આ એરપોર્ટ માટે એન્ટ્રી ગેઇટ અને ૯ લાઇનો હશે તેમ જ બે એકઝટિ ગેટ અને ૩૬ ચેક ઇન કાઉન્ટર હશે.પહેલા, ટર્મીનલની ડીઝાઇન પીક અવર્સ દરમ્યાન વધુમાં વધુ ૧૮૦૦ પેસેન્જરોને હેન્ડલ કરી શકે તેવી હતી જે હવે સુધારીને ૨૮૦૦ પછી આ એરપોર્ટ એક જ સમયે એકથી વધારે ફલાઇટને સુવિધા આપી શકશે અને તેમની ફ્રીકવન્સી પણ વધી જશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ ૧૫૦૦૦ ચોરસ મીટરમાં બનેલ ટર્મીનલમાં પેસેન્જર સુવિધાઓ વધારવાનું પણ નક્કી કર્યુ છે. અત્યારે, વચગાળાના ટર્મીનલ ખાતે વધુમાં વધુ ૪૦૦ પેસેન્જરોને પીક ટાઇમ દ્વારા હેન્ડલ કરી શકાય છે.
જયારે અહીંના રનવે છ ડીપાર્ચર અને છ એરાઇવલને દર કલાકે હેન્ડલ કરી શકે છે.પહેલાના પ્લાનમાં બે એન્ટ્રીગેટ, ૪ લાઇનો અને ૨૮ ચેઇન કાઉન્ટરો હતા. પહેલા બે એટીઆરએસ (ઓટોમેટીક ટ્રે રીટ્રાઇવલ સીસ્ટમ)નું આયોજન હતુ પણ હવે આઠ એકસબીઆઇએસ (એકસ રે બેગેજ ઇન્સ્પેકશન સીસ્ટમ) અને પાંચ એટીઆરએસનું આયોજન કરાયું છે.જો કે બોર્ડીંગ ગેટ અને સીકયોરીટી દ્વારા રાખવામાં આવેલ વિસ્તાર પહેલાના પ્લાન મુજબનો જ રહેશે તેમ ટાઇમ્સ ઉમેરે છે.એરપોર્ટ ડાયરેકટર દિગંત બોરાહે કહ્યું, કાયમી ટર્મીનલ બીલ્ડીંગમાં અમે પેસેન્જર હેન્ડલીંગ કેપેસીટી વધારવાનું નક્કી કર્યુ છે તેમજ સરળ અને અગવડ રહીત ઓપરેશન માટે વધુ પેસેન્જર ફ્રેન્ડલી સુવિધાઓ પણ વધારવામાં આવશે.
Read Saurashtra Kranti E-Paper here
તેમણે વધુમાં કહ્યું કે ટર્મીનલની ડીઝાઇન રાજકોટના રણજીત વિલાસ પેલેસ જેવી બનાવાઇ છે અને તેમાં સૌરાષ્ટ્રના પારંપરિક ફીચર્સ હશે.આ એરપોર્ટ ખાતે રનવેની લંબાઇ ૩૦૪૦ મીટરની છે અને ત્યાં ૧૪ વિમાનો નાઇટ હોલ્ટ કરી શકશે. રાજકોટ એરપોર્ટ ખાતે મોનોપલ્સ સેકન્ડરી સર્વેલન્સ રડાર (એમએસએસઆર) રડાર ઉમેરાયા પછી તે દર ત્રણ મીનીટે ફલાઇટ હેન્ડલ કરી શકશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here