રાજયમાં સૌ પ્રથમ હૃદયની સૌથી સસ્તી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે. રૂા. 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધૂનિક કેથલેબનું આગમન તા. 4 નાં રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
Visit Saurashtra Kranti Homepage here
જરૂરિયાતમંદ દર્દીઓને હૃદયરોગની સારવાર આપવામાં સરકારી હોસ્પિટલની સુવિધા આર્શિવાદરૂપ બનશે.રાજયભરમાં કોરોના પછી હાર્ટ એટેકના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તે સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ માટે આર્શિવાદ સમાન સિવિલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી, કોમ્પ્લેક્ષ એન્જિયો પ્લાસ્ટી, પેસમેકર સહિત હૃદયને લગતી તમામ બિમારીઓનું સચોટ નિદાન કરવા માટે પીએમએસએસવાય બિલ્ડીંગનો પાંચમા માળે આધુનિક કેથલેબ ઉભી કરવામાં આવી છે.સરકારી હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર અંગે હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટની એક પણ ખાનગીહ હોસ્પિટલ પાસે લેટેસ્ટ વર્ઝનનાં ઉપકરણ ન હોય તેવા ઉપકરણ સિવિલ હોસ્પિટલ પાસે છે. પ્રથમ તબક્કામાં એન્જિયોગ્રાફી, કોમ્પ્લેક્ષ એન્જિયોપ્લાસ્ટી, પેસમેકરની સારવાર કરવામાં આવશે. જે દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હશે તેઓને તદન મફતમાં સારવાર કરવામાં આવશે. જે લોકો આયુષ્યમાન કેટેગરીમાં ન આવતા હોય તેઓને રાહતદરે સારવાર આપવામાં આવશે.
કેથલેબમાં હાલમાં હૃદયની નળીઓની દુરબીનથી તપાસ, હૃદયના પમ્પીંગમાં સુધારો કરવા માટેનું ડીવાઈસ, ધમનીઓમાં સંકુચિત સ્ટેનસીસ કેટલુ ખરાબ છે તે શોધવા માટેની પ્રક્રિયા તેમજ હૃદય સંબંધીત નિદાન માટે કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયો વાસ્ક્યુલર થોરેસિક સર્જન, બે રેસીડન્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, બે એન્થેસિયા તબીબ, 4 નર્સીંગ સ્ટાફ, એક લેબોરેટરી ટેકનિશ્યન સહિત કુલ 19 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.
Read About Weather here
હોસ્પિટલમાં હાલ ડિજીટલ મેમોગ્રાફી સીસ્ટમ, કોમ્પ્યુટરાઈઝ રેડિયોગ્રાફી યુનિટ, ટી.એમ.ટી. મશીન, કાર્ડિયોવાસ્ક્યુલર ઈલેકટ્રઓફોરેસીસ અને રેડિયો ફ્રિકવન્સી એબલેશન સીસ્ટમ, 12 ચેનલ ઈસીજી મશીન, ઓસીટી એન્ડ એફએફઆર ઈન્ટિગ્રેટેડ સીસ્ટમ, હાઈ એન્ડ ઈકોકાર્ડિયોલોજી સીસ્ટમ (4D ઈકો), પોર્ટેબલ ઈકોકાર્ડિયોલોજી સીસ્ટમ, ઈકોકાર્ડિયો ગ્રાફી સીસ્ટમ વીથ એડવાન્સ રડી ફેસીલીટી, સિંગલ પ્લેન કાર્ડિયોવાસ્ક્યુલર કેથેરીસેશન વીથ ડીજીટલ સબટ્રેકશન એન્જીયોગ્રાફી લેબ, ૩ડી મેપીંગ, પોર્ટેબલ કલર ડોપલર સહિતના આધુનિક ઉપકરણ વસાવવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here