રાજકોટ:ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનું સૈયાજી હોટલ પર ગરબાના તાલે કરાયું ભવ્ય સ્વાગત

રાજકોટ:ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનું સૈયાજી હોટલ પર ગરબાના તાલે કરાયું ભવ્ય સ્વાગત
રાજકોટ:ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનું સૈયાજી હોટલ પર ગરબાના તાલે કરાયું ભવ્ય સ્વાગત
રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બંન્ને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટિમ ફોરચ્યુન હોટલ ખાતે આવી પહોંચી હતી. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટ ખાતે 27 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.ત્યારે આજે બંન્ને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી છે. જ્યાં બંન્ને ટિમનું હોટલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.  સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી તેમજ ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ બહાર ક્રિકેટ રસિકો પહોંચ્યા
ક્રિકેટરોની ઝલક જોવા મોટે મોટી સંખ્યામાં હોટલ બહાર ક્રિકેટ રસિકો પહોંચ્યા હતા. અત્રે જણાવીએ કે, સિરીઝની બે મેચ ભારત વિજય બન્યું છે જ્યારે રાજકોટના SCA સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 તારીખે ત્રીજી અને અંતિમ મેચ રમાવાની છે. 

Read Saurashtra Kranti E-Paper here

ટીમ ઇન્ડિયાને 70 રૂમ ફાળવવામાં આવ્યા

વિગતો મુજબ ટીમ ઇન્ડિયાને 70 રૂમ ફાળવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ આપવામાં આવ્યો છે. જે અનેક સુવિધાથી સુસજ્જ છે. અત્રે જણાવીએ કે, વિરાટ કોહલીને 801 નંબરનો રૂમ આપવામાં આવ્યો છે. ખેલાડીઓને રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, વન કિંગ સાઈઝ બેડ, મિટિંગ રૂમ અને સાઉન્ડપ્રૂફ રૂમ સહિતની સુવિધા આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here