રાજકોટ:બાલાજી હોલ તથા રામપાર્ક વિસ્‍તારમાં તંત્રના અનામત પ્‍લોટમાં ગેરકાયદે ૨૭ ઝુંપડાઓનું ડીમોલીશન

રાજકોટ:બાલાજી હોલ તથા રામપાર્ક વિસ્‍તારમાં તંત્રના અનામત પ્‍લોટમાં ગેરકાયદે ૨૭ ઝુંપડાઓનું ડીમોલીશન
રાજકોટ:બાલાજી હોલ તથા રામપાર્ક વિસ્‍તારમાં તંત્રના અનામત પ્‍લોટમાં ગેરકાયદે ૨૭ ઝુંપડાઓનું ડીમોલીશન
મનપાની ટાઉન પ્‍લાનીગ શાખા દ્વારા આજે વેસ્‍ટ ઝોન કચેરીનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પરના બાલાજી હોલ રોડ તથા રામપાર્ક બાજુનાં વિસ્‍તારમાં આવેલ તંત્રના અનામત પ્‍લોટમાં ગેરકાયદે ૨૭ᅠ ઝુંપડાઓનું ડીમોલીશન કરીᅠ૧૧૨૧૦.૪૩ ચો.મી.ની અંદાજીત ૭૯.૫૫ કરોડ ની જમીન ખુલ્લી કરાવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલના સુચનાથી ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળᅠ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે તા.૨૧ના રોજ થયેલ મનપાનાં અનામત હેતુના પ્‍લોટમાં અમલીકરણના ભાગરૂપે નડતરરૂપ થયેલ ગેરકાયદેસર દબાણ, બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવતાᅠવોર્ડ નં.૧૧માં આવેલ ટી.પી. સ્‍કીમ નં.૭-નાનામવા, અંતિમ ખંડ નં.૩/૩/એ (રહેણાંક વેંચાણ), ધોળકિયા સ્‍કુલ પાછળ, રામપાર્ક ની બાજુમાંથીᅠ૨૦- ઝુંપડા,ᅠ૫૦૬૭.૨૪ ચો.મી જગ્‍યા માંથી ૬૦,૦૦૦ કરોડ.

Read Saurashtra Kranti E-Paper here

ટી.પી. સ્‍કીમ નં.૭-નાનામવા, અંતિમ ખંડ નં.૨૨/એ (વાણીજય વેંચાણ), એપલ અલ્‍ટુરાની બાજુમાં, ધોળકિયા સ્‍કુલ વાળો રોડ પરથીᅠ૭- ઝુંપડાનુંᅠ૬૧૪૩.૧૯ ચો.મી જગ્‍યા માંથીᅠ૪૯.૧૫ કરોડ સહિત કુલ ૧૧૨૧૦.૪૩ ચો.મી.ની અંદાજીત ૭૯.૫૫ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનરᅠᅠજી. ડી. જોષી, આર. એન. મકવાણા તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્‍ટાફ,ᅠજગ્‍યા રોકાણ શાખાનો સ્‍ટાફ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here