રાજકોટનું રીજીયોનલ સાયન્સ સેન્ટર ઉજવી રહ્યું છે-’વર્લ્ડ સ્પેસ વીક’ 

રાજકોટનું રીજીયોનલ સાયન્સ સેન્ટર ઉજવી રહ્યું છે-’વર્લ્ડ સ્પેસ વીક’ 
રાજકોટનું રીજીયોનલ સાયન્સ સેન્ટર ઉજવી રહ્યું છે-’વર્લ્ડ સ્પેસ વીક’ 
રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૮ ઓકટોબરે ‘‘સુપર સન્ડે’’ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે.  આજ સુધીમાં આ સેન્ટરની ૧,૪૦,૦૦૦થી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) અને સાયન્સ સીટી.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાનારા ભારતના સૌથી મોટા  ‘વર્લ્ડ સ્પેસ વીક’ની ઉજવણીના ભાગરૂપે રવિવારે તા. ૦૮/૧૦/૨૦૨૩ના રોજ ‘સુપર સન્ડે’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ ઉપરાંત,  ગુજરાતમાં પાટણ, ભાવનગર અને ભુજ જેવા રિજિયોનલ સાયન્સ સેન્ટર અને તમામ લોકવિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ ઉજવણી કરવામાં આવશે.દર વર્ષે ૪ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણીની વર્ષ 2023ની થીમ ‘સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા’ છે. ૪ ઓક્ટોબર ૧૯૫૭માં સૌ પ્રથમ વાર માનવ નિર્મિત ઉપગ્રહ ”સ્પૂતનિક 1’ને અવકાશમાં તરતો મૂકાવાની અને ૧૦ ઓક્ટોબર ૧૯૬૭માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ પર થયેલા હસ્તાક્ષરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

 ‘સુપર સન્ડે – વર્લ્ડ સ્પેસ વીક’ ની ઉજવણી દરમ્યાન સવારના ભાગમાં ISRO ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ગગનયાન’ પર સવારે ૧૦:૦૦ થી 0૧:૦૦ દરમ્યાન એક્સપર્ટ ટોક યોજાશે. સાંજે ૦૬:૦૦ થી ૦૭:૦૦ દરમ્યાન ૬ વર્ષથી નાના બાળકો માટે સ્પેસ થીમ પર આધારિત ”સ્પેસ પરેડ” – ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન,  ”પેપર રોકેટ ફ્લાઈન્ગ”, ”પેપર પ્લેન મેકિંગ” તથા સાંજે ‘આકાશ દર્શન’ જેવા કાર્યક્રમો પણ યોજાશે. આ બધી જ પ્રવૃત્તિઓમાં સેન્ટરની એન્ટ્રી ફી અને પાર્કિંગ ફી જે તે દિવસના નિયત દર મુજબ ચુકવીને કોઈ પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પેસ એન્થુઝિઆસ્ટ અને સામાન્ય લોકો વિના મુલ્યે ભાગ લઇ શકે છે.

Read National News : Click Here

આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઇચ્છુક મુલાકાતીઓએ ગૂગલ ફોર્મ bit.ly/RegWSW2023 પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે, આ ઉપરાંત શુક્રવાર તથા શનિવારે ‘પેપર રોકેટ ફલાઈગ’, રોજ સાંજે ‘સ્પેસ મુવી શો’, ‘પેપર પ્લેન મેકિંગ’ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે, જેમાં રાજકોટના વિજ્ઞાનપ્રેમી નાગરિકોને સહભાગી થવા પ્રોનુકટ ડાયરેકટર સુમીત વ્યાસની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here