
શહેરમાં ઐતિહાસિક સ્થાપત્યો- હેરિટેજ વિશે જાગૃતિ લાવવાના એક અનોખા પગલા તરીકે જામટાવરના રાજય સંરક્ષિત સ્મારકમાં તા. ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શન ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
જામટાવર રાજય પુરાતત્વ વિભાગના નેજા હેઠળ અને રાજકોટના કલેક્ટર શ્રી પ્રભવ જોશીની ભલામણો હેઠળ તેના પુનઃસંગ્રહ માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે શહેરમાં હેરિટેજ સ્થળોના પુનરુત્થાનના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’શીર્ષક ધરાવતા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જામટાવર ખાતે હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદઘાટન રાજકોટ રાજવી પરિવારના એચ.એચ.ઠાકોર શ્રી માંધાતાસિંહજી જાડેજા, જીનિયસ ગ્રુપ ઓફ એજયુકેશનલ ઈન્સ્ટીટ્યુશનના ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્ર મહેતા અને વિક્રમ વાલ્વ પ્રા.લિ.ના ડાયરેક્ટર શ્રી વિક્રમ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં સાંસ્કૃતિક વારસા અને રાજકોટની સુંદરતાનું અન્વેષણ કરતા ફોટોગ્રાફસના મનમોહક સંગ્રહનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પ્રદર્શન ઇન્ટેક રાજકોટ ચેપ્ટર, ધ કલા કલેક્ટિવ, ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમ (રાજકોટ સર્કલ), રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ સ્થિત સનાતન ગ્રુપ ઓફ ડેવલપર્સ વચ્ચેના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.
Read Saurashtra Kranti E-Paper here
ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહે તેમની ટીમ સાથે તમામ દર્શકોનો આભાર વ્યક્ત કરી રાજકોટની સાંસ્કૃતિક ધરોહરને જાળવવાનો દરેક નાગરિકોને અનુરોધ કર્યો હતો. ટીમ ઇન્ટેક રાજકોટ અને કલા કલેક્ટિવના સભ્યો જયેશ શુક્લા, નૈનેશ વાઘેલા, સ્મિત મહેતા, મંથન સીંરોજા, નમ્રતા, ભવ્ય બળદેવ, અભિષેક પાનેલીયા અને ઋત્વિક ફળદુએ આ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ બદલ રાજકોટના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here