માથા પર પાઘડી નહી પણ મણીપુરી ટોપી:સંસદ હવે પુર્ણ ‘ભારતીય’,બન્ને સત્રમાં ડ્રેસકોડ આવશે

માથા પર પાઘડી નહી પણ મણીપુરી ટોપી:સંસદ હવે પુર્ણ ‘ભારતીય’,બન્ને સત્રમાં ડ્રેસકોડ આવશે
માથા પર પાઘડી નહી પણ મણીપુરી ટોપી:સંસદ હવે પુર્ણ ‘ભારતીય’,બન્ને સત્રમાં ડ્રેસકોડ આવશે
આવશે દેશમાં હવે ‘ઈન્ડીયા’ને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવા કેન્દ્રની મોદી સરકારની તૈયારીઓ તથા એક બાદ એક સ્તરે ‘ભારત’ના શરૂ થયેલા ઉપયોગમાં હવે દેશની સંસદમાં પણ ‘ભારતીયતા’ને અપનાવવા તૈયારી છે. અને સંસદના બન્ને સત્રમાં ડ્રેસકોડ લાગુ કરવા સરકાર વિચારણા કરી રહી હોવાનો સંકેત છે.

Visit Saurashtra Kranti Homepage here

ખાસ કરીને તા.18થી જે સંસદનું પાંચ દિવસનું ખાસ ચિત્ર મળનાર છે તેમાં આ ડ્રેસકોડનો પ્રયોગ થશે. ખાસ કરીને તે પહેલા સંસદના તમામ કર્મચારીઓને લાગુ થશે. સંસદના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે ખાસ ડ્રેસ કોડ આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ સંસદમાં જે માર્શલ શ્રેણીના કર્મચારીઓ છે તેઓને પાસે મણીપુરી ટોપી જોવા મળશે. જયારે અન્ય ટેબલ તથા ઓફિસ સ્ટાફ અને અધિકારીઓને માટે ‘કમળ’ની આકૃતિ સાથેની ખાસ શર્ટ તૈયાર કરવામાં આવી છે અને મહિલા કર્મચારીઓને નવી ડિઝાઈનની સાડીઓ અપાશે. સંસદ ભવનમાં ‘કમળ’ને ખાસ મહત્વ અપાયું છે. રાજયસભાના કાલીન પણ કમળ આકૃતિના છે. કમળ એ દેશનું રાષ્ટ્રીય ફુલ છે પણ સરકારનો આ નિર્ણય વિવાદ પેદા કરી શકે છે. કારણ કે ભાજપનું ચુંટણી પ્રતિક પણ ‘કમળ’ છે. પરંતુ સંસદ ભવનના કર્મચારીઓના નવા ડ્રેસ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરાયા છે.

Read Saurashtra Kranti E-Paper here

માર્શલ જે અધ્યક્ષની બાજુમાં હોય છે તેઓને સફારીને બદલે ક્રિમ કલરના કુર્તા-પાયજામા પહેરવાના રહેશે અને માથા પર પાઘડી નહી પણ મણીપુરી ટોપી હશે. પાંચ વિભાગોના અધિકારીઓ આછા વાદળી રંગના સફારી સુટ જે હાલ પહેરે છે તેને બદલે કમળની આકૃતિવાળા સ્પોર્ટ બટન-ડાઉન શર્ટ પહેરશે. તેઓ ક્રિમ રંગની જેકેટ તથા હળવા સફેદ રંગના પેન્ટ પહેરશે. જે આપની સામે અધિકારીઓ બેસે છે તેઓ તથા સદનમાં અને સંસદીય સમીતીમાં ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓને પણ તેવા જ ડ્રેસ હશે. આ પ્રકારે ખાસ ડિઝાઈનવાળા વસ્ત્રો ખરીદવા જે ભથ્થા મળે છે તેના બદલે તેઓને સીધા તેમના માપના ડ્રેસ મળશે.


Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here