મહેસાણા:વેક્સિનની કામગીરી ન કરતા 28 ફાર્માસિસ્ટને નોટિસ,CDHO દ્વારા લેખિતમાં જવાબ

મહેસાણા:વેક્સિનની કામગીરી ન કરતા 28 ફાર્માસિસ્ટને નોટિસ,CDHO દ્વારા લેખિતમાં જવાબ
મહેસાણા:વેક્સિનની કામગીરી ન કરતા 28 ફાર્માસિસ્ટને નોટિસ,CDHO દ્વારા લેખિતમાં જવાબ
મહેસાણા જિલ્લામાં વેક્સિનની કામગીરી ન કરતા 28 ફાર્માસિસ્ટને નોટિસ આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10 ઓગસ્ટ બાદથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું CDHOને ધ્યાને આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેને લઈ હવે CDHOએ મહેસાણા જિલ્લાના 28  ફાર્માસિસ્ટને નોટિસ પાઠવી છે. મહેસાણા જિલ્લા CDHO દ્વારા અલગ-અલગ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કુલ 28 ફાર્માસિસ્ટને નોટિસ પાઠવી છે. વિગતો મુજબ 10 ઓગસ્ટ બાદથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ કડીના 7, સતલાસણાના 2, ખેરાલુના 2, વિસનગરના 3, મહેસાણાના 3 ફાર્માસિસ્ટ અને વિજાપુર તાલુકાના 7 ફાર્માસિસ્ટને નોટિસ ફટકારવામાં આવી છે. 

Read Saurashtra Kranti E-Paper here

નોંધનીય છે કે, મહેસાણા જિલ્લામાં 10 ઓગસ્ટથી ફિઝિકલ વેક્સિનની અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી ન કરી રહેલા કર્મીઓ સામે કાર્યવાહીને લઈ હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ આ નોટિસમાં શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન ધરાઈ તેનો 2 દિવસમાં લેખિતમાં ખુલાસો મંગાવાયો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રોના 28 ફાર્માસિસ્ટોને CDHOએ નોટિસ ફટકારતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here