ભાવનગર શહેર અને જિલ્લામાં ર૩ સ્પર્ધાનું કલા મહાકુંભ યોજાશે

ભાવનગર શહેર અને જિલ્લામાં ર૩ સ્પર્ધાનું કલા મહાકુંભ યોજાશે
ભાવનગર શહેર અને જિલ્લામાં ર૩ સ્પર્ધાનું કલા મહાકુંભ યોજાશે
ભાવનગર શહેર અને જિલ્લામાં કલા મહાકુંભ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. તાલુકા-ઝોન અને જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે. કુલ ર૩ સ્પર્ધા યોજાશે, જેમાં કલાકારોએ ભાગ લેવા માટે ફોર્મ ભરવાના રહેશે. જુદી જુદી વયજુથમાં સ્પર્ધા યોજાશે. 

Visit Saurashtra Kranti Homepage here

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત તાલુકા/ઝોન અને જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળા-કોલેજ મારફત ફોર્મ ભરવાનું રહેશે. અભ્યાસ ન કરતાં સ્પર્ધકોએ પોતાના વિસ્તાર મુજબ ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, ૬૦ વર્ષથી ઉપરનાં કુલ ૪ વયજુથની સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં ૬૦ વર્ષથી ઉપરનાં કલાકારોએ સીધી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તાલુકાકક્ષા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્ટ્યમ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોક ગીત/ભજન, સુગમ સંગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, રાસ, ગરબા, સમૂહ ગીત જેવી કુલ ૧૪ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં પ્રથમ વિજેતા સ્પર્ધક જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.

Read Saurashtra Kranti E-Paper here

જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાએ શરૂ થતી સ્પર્ધાઓ, કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, કથ્થક, ઓર્ગન, શાીય કંઠય સંગીત (હિન્દુસ્તાની), સ્કુલ બેન્ડ સાથે તાલુકાકક્ષા/ઝોનકક્ષાએથી કુલ ૧૪ સ્પર્ધાના પ્રથમ વિજેતા સાથે મળીને કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં પ્રથમ વિજેતા સ્પર્ધક પ્રદેશકક્ષાએ ભાગ લેવા જશે. સીધી જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાનાં પ્રવેશપત્રો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨, ખાતે આગામી તા. ૨૪ ઓકટોબર-૨૦૨૩ સુધીમાં આપવાના રહેશે. વધુ વિગત અને પ્રવેશપત્ર માટે કચેરીના બ્લોગ એડ્રેસ પરથી મેળવી શકાશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here