પસંદગીની વ્‍યકિત સાથે લગ્ન સામે પરિવાર વાંધો લઇ શકે નહીં:હાઇકોર્ટ

પસંદગીની વ્‍યકિત સાથે લગ્ન સામે પરિવાર વાંધો લઇ શકે નહીં:હાઇકોર્ટ
પસંદગીની વ્‍યકિત સાથે લગ્ન સામે પરિવાર વાંધો લઇ શકે નહીં:હાઇકોર્ટ
પસંદગીની વ્‍યકિત સાથે લગ્ન કરવાના અધિકારને બંધારણનું સંરક્ષણ પ્રાપ્‍ત છે અને પરિવારના સભ્‍યો પણ આવા લગ્ન સામે વાંધો  લઇ શકે નહીં. દિલ્‍હી હાઇકોર્ટે લગ્ન પછી ધમકીઓનો સામનો કરી રહેલા દંપતિને પોલીસ રક્ષણનો ચુકાદો આપતી વખતે આવી ટિપ્‍પણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરના ચુકાદામાં જજ તુષાર રાવ ગેડેલાએ ભારપૂર્વક જણાવ્‍યુ હતુ કે, ‘સરકાર બંધારણ હેઠળ તેના નાગરિકોને રક્ષણ આપવા બંધાયેલી છે અને બંધારણીય કોર્ટ હોવાના નાતે દંપતિના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની હાઇકોર્ટની ફરજ છે.’ દંપતિ અને પરિવારના સભ્‍યો વચ્‍ચેના વિવાદમાં કોર્ટે કહ્યું હતુ કે, ‘પસંદગીના વ્‍યકિત સાથે લગ્ન કરવાનો અરજદારનો અધિકાર અમીટ છે અને તેને બંધારણનું રક્ષણ પ્રાપ્‍ત છે. કોઇ પણ સ્‍થિતિમાં તેના અધિકાર સાથે સમાધાન થઇ શકે નહીં. લગ્ન કરનાર દંપતિ પુખ્‍ય વયના છે. આવા સંબંધ અને અરજદારો વચ્‍ચેના લગ્ન સામે પરિવારના સભ્‍યો સહિત કોઇ પણ વાંધો લઇ શકે નહીં.’

Read National News : Click Here

લગ્ન કરનાર દંપતિએ કોર્ટને જણાવ્‍યુ હતુ કે, માતાપિતાની ઇચ્‍છા વિરૂધ્‍ધ તેમણે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. પરિવારના સભ્‍યો અને ખાસ કરીને કન્‍યાની માતા દ્વારા મળતી ધમકીઓ વચ્‍ચે બંને સાથે રહે છે. કોર્ટે બંને અરજદારોને રક્ષણ આપવાનો આદેશ કર્યો હતો અને તેમને કન્‍યાના પરિવારના સભ્‍યો તરફથી કોઇ ક્ષતિ ન થાય તે નિヘતિ કરવા કહ્યું હતું. પોલીસ અધિકારીને સમયાંતરે દંપતિની કાળજી રાખવા નિર્દેશ કરાયો હતો. કોર્ટે જણાવ્‍યુ હતુ કે, ‘અરજદાર દંપતિએ પોલીસને હાલના રહેઠાણ અને કામના સરનામાની માહિતી આપવાની રહેશે. પોલીસ અધિકારી કોઇ પણ અજાણી વ્‍યકિતને આ માહિતી જણાવી નહીં શકે.’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here