ડિગ્રી વિનાનો ‘દાક્તર’,ને લીમડા નીચે કારમાં ચાલતી ‘પ્રેક્ટિસ’!

ડિગ્રી વિનાનો 'દાક્તર',ને લીમડા નીચે કારમાં ચાલતી 'પ્રેક્ટિસ'!
ડિગ્રી વિનાનો 'દાક્તર',ને લીમડા નીચે કારમાં ચાલતી 'પ્રેક્ટિસ'!
જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સમાં લોકોને સારવાર આપવામાં આવે છે એ જ પદ્ધતિથી ડિગ્રી વગરના એક ઘોડા ડોક્ટરે પોતાની કારમાં હરતું ફરતું દવાખાનું શરૂ કરીને બગવદર ગામે એક વૃક્ષની નીચે પ્રેક્ટિસ શરૂ કરી છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ બોગસ ડોક્ટરને પકડીને ગુનો નોંધ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તેની પાસેથી કાર, ઇન્જેક્શનો અને મેડિકલના સાધનો મળી કુલ રૂ.૭૬૫૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.બગવદર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિપુલભાઈ કમલેશભાઈ ધુધલ દ્વારા બગવદર પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમને અને એ.એસ.આઈ. બી.ડી.ગરચરને બગવદરથી ભારવાડા જતા હાઇવે પર લીમડા નીચે કાળા કલરની કારમાં એક પ્રૌઢ કોઈપણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકેની મેડિકલ પ્રેક્ટિસ કરીને દર્દીઓને સારવાર આપી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે તરત જ બે પંચોને બોલાવ્યા હતા અને દરોડો પાડયો હતો. બાતમીવાળાં સ્થળે બેઠેલા વ્યક્તિની પુછપરછ કરતા તે મુળ સાબરકાંઠાના વડાલી તાલુકાના મહોર ગામનો તથા છેલ્લા કેટલાક વર્ષોથી કલ્યાણપુરના કેનેડી ગામે રહેતો દેવાજી ઉર્ફે દેવુ ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.૪૯)હોવાનું જણાવ્યું હતું. કારની અંદર તપાસ કરતા આયુર્વેદિક પ્રોડક્ટની આડમાં એક પ્લાસ્ટિકની પેટીમાં મેડિકલના સાધનો, ઇન્જેક્શનો વગેરે મળી આવ્યા હતા.

તેની પાસે ડોક્ટર તરીકેની માન્ય યુનિવસટીની કોઈ ડીગ્રી નહોતી તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી દર્દીઓને સારવાર આપતો હોવાનું જણાયું હતું. આથી, પોલીસે અનઅધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા દેવાજી ઉર્ફે દેવુની ધરપકડ કરી હતી. તેની પાસેથી ઇન્જેક્શન અને અન્ય સાધન સામગ્રી તથા કાર મળી કુલ રૂપિયા 76540નો મુદ્દામાલ કબ્જે કરીને ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી મેડિકલના સાધનો તથા ઇન્જેક્શન દ્વારા દર્દીઓને સારવાર આપી વ્યક્તિની શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી બેદરકારીથી મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાથી કલમ 336 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધીને ધરપકડ કરી છે. 

Read National News : Click Here

કારમાં આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ થતું હોય તે પ્રકારની બેનરો સાથેની માહિતી લગાડવામાં આવી હતી અને તેના લીધે લોકો આયુર્વેદિક દવાનું વેચાણ થતું હશે તેમ માનીને તેની પાસે જતા હતા, પરંતુ આ દેવાજી ઉર્ફે દેવુ ઇન્જેક્શનનો પણ મારતો હોવાનું બહાર આવ્યું છે. તે કેટલા સમયથી આ પ્રકારના ગોરખધંધા કરતો હતો તે અંગે પોલીસે આગળની પૂછપરછ પણ હાથ ધરી છે. તે માત્ર બગવદર ગામે જ આ પ્રકારે દવાખાનું ચલાવતો હતો કે અલગ અલગ ગામોના પાદરમાં જઈને કાર ઉભી રાખીને આવા ગોરખધંધા કરતો હતો? તે અંગેની માહિતી બહાર લાવવા રિમાન્ડ પર મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કારમાંથી અઢાર પ્રકારની દવા અને ઇન્જેક્શનનો ઉપરાંત ચીપિયો કાતર અને સફેદ ડોક્ટર પટ્ટી પણ કબ્જે કરવામાં આવી હતી. ડાઈક્લોરાન ઇન્જેક્શન, પ્રોલોક ઇન્જેક્શન, વિનકોર્ટ ઇન્જેક્શન,  ફોસ્ફેટ ઇન્જેક્શન. ડિસ્પોઝેબલ વેન, સિરીંજ, વિટામીનના ઇન્જેક્શન, વિટામીન B-12ના ઇન્જેક્શન, એમ બી ફ્લેક્સના ઇન્જેક્શન, ઝાયડેકા પ્લસ ઇન્જેક્શનથી માંડીને ડોક્ટરનું સ્પિરિટ પણ મળી આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here