ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરવા કરતા બાળકોને માતા દ્વારા હાથનું ભોજન આપો:HCની સલાહ

ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરવા કરતા બાળકોને માતા દ્વારા હાથનું ભોજન આપો:HCની સલાહ
ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરવા કરતા બાળકોને માતા દ્વારા હાથનું ભોજન આપો:HCની સલાહ
પોર્નોગ્રાફી સંબંધિત એક કેસની સુનવણી દરમ્યાન કેરલ હાઇકોર્ટના જસ્ટીસ પીવી કુન્હિક્રિષ્નને માતાપિતાને સલાહબાળકો માટે ઝોમેટો અને સ્વિગી દ્વારા રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવતા બચો મંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માના હાથનું બનાવેલ ભોજનના વખાણ કરતા કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જો માતા પિતાએ તેમના બાળકોને કુટેવોથી બચાવવા હોય તો તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરેલા ભોજનના બદલે માના હાથનું બનાવેલું ભોજન આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને કહ્યું કે ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ. જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે.બાળકના સર્વાંગી વિકાસ માટે જરુરીહાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે, સ્વિગી અને ઝોમેટો દ્વારા રેસ્ટોરાંમાંથી ખોરાક ખરીદવાને બદલે, બાળકોને તેમની માતા દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા દો અને બાળકોને રમતના મેદાનમાં રમવા દો, જયારે તેઓ રમીને પાછા આવે ત્યારે તેમને માના હાથથી બનેલા ભોજનનો ખુશ્બુ લેવા દો.

Read Saurashtra Kranti E-Paper here

જસ્ટીસ પીવી કુન્હિક્રિષ્નની માતાપિતાને સલાહ

પોર્નોગ્રાફી સંબંધિત એક કેસની સુનવણી દરમ્યાન કેરલ હાઇકોર્ટના જસ્ટીસ પીવી કુન્હિક્રિષ્નને માતાપિતાને સલાહ આપી કે તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરતા બચે. એક વ્યક્તિને રસ્તા પર ઉભા રહીને પોતાના મોબાઈલમાં પોર્ન જોવાના આરોપમાં પોલીસે પકડ્યો હતો, પરંતુ કોર્ટે આ મામલાની સુનવણી કરતી વખતે તેના વિરુદ્ધના આરોપને ખારીજ કર્યા હતા. 

ભારતીય દંડ સંહિતાની કલમ 292

હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, પોર્નોગ્રાફી ખાનગીમાં જોવી, તેને શેર કર્યા વિના અથવા અન્યને દર્શાવ્યા વિના, એ ભારતીય દંડ સંહિતાની કલમ 292 હેઠળ ગુનો ગણવામાં આવશે નહીં.બાળકો પર નજર રાખવાનું સૂચન જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને મોબાઈલ પર ખાનગીમાં પોર્ન વીડિયો જોવાને ગોપનીયતાના અધિકાર તરીકે ગણાવ્યા હોવા છતાં, તેમણે તમામ માતા-પિતાને તેમના બાળકો પર નજર રાખવાનું પણ સૂચન કર્યું હતું. તેઓએ કડક દેખરેખ વિના સગીર બાળકોને મોબાઈલ ફોન આપવા સાથે સંકળાયેલ સંભવિત જોખમો વિશે ચેતવણી નોંધ પણ જાહેર કરી હતી. જજે કહ્યું કે મોબાઈલમાં ખોટા વીડિયો જોઈને બાળકો બરબાદ થઈ શકે છે. તેથી, તેમને મોબાઇલની આદતથી બચાવવું વધુ સારું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here