ગોંડલ : માર્કેટિંગ યાર્ડમાં લસણ-ડુંગળીની મબલખ આવક

ગોંડલ : માર્કેટિંગ યાર્ડમાં લસણ-ડુંગળીની મબલખ આવક
ગોંડલ : માર્કેટિંગ યાર્ડમાં લસણ-ડુંગળીની મબલખ આવક
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

યાર્ડની બહાર બન્ને બાજુ 1500થી 1600 વાહનોની 3થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી

જેને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ તારીખ 1, 2, 3 ડિસેમ્બર તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજ રોજ વિવિધ જણસીની આવક શરૂ કરતા યાર્ડમાં ડુંગળી અને લસણ ની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. લસણ-ડુંગળીની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ 1500થી 1600 વાહનોની 3થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી.

Read National News : Click Here

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવક ની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો જેમ કે રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. વિવિધ જણસીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક થતી હોય છે. જેને પગલે અન્ય રાજ્યના વેપારીઓ જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ અહીં લસણ અને ડુંગળીની ખરીદી માટે અહીં આવી પહોંચ્યા છે. અન્ય રાજ્યના વેપારીઓ અહીંના ખેડૂતોની જણસી ખરીદી વિદેશમાં પણ મોકલતા હોય છે. જેને પગલે ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે પ્રથમ પસંદગી આપતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here