ગુજરાત:લગ્ન,પ્રવાસ,લકઝરી ખરીદી માટે બે વર્ષમાં પર્સનલ લોનનું પ્રમાણ 165% વધ્યું

ગુજરાત:લગ્ન,પ્રવાસ,લકઝરી ખરીદી માટે બે વર્ષમાં પર્સનલ લોનનું પ્રમાણ 165% વધ્યું
ગુજરાત:લગ્ન,પ્રવાસ,લકઝરી ખરીદી માટે બે વર્ષમાં પર્સનલ લોનનું પ્રમાણ 165% વધ્યું
કોરોનાકાળ બાદ હવે દેશનું બજેટ પણ સડસડાટ દોડવા લાગ્યું છે અને વ્યક્તિગત બજેટ પણ ફરી ગોઠવવા લાગ્યા છે પણ લોકો કોરોનાકાળમાં જે ‘ચૂકી’ ગયા હતા એટલે કે પ્રવાસનથી નવી લકઝરી ખરીદી કે જે ખર્ચ શેડયુલ મુલત્વી રાખવું પડયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તેને ફરી અમલી બનાવવા હવે બેન્ક ધિરાણનો સહારો લેવા લાગ્યા છે અને તેના કારણે બેન્કોમાં પર્સનલ લોન જે ભાગ્યે જ કોઈ ગેરન્ટી વગર મળે છે તેમાં 165%નો વધારો થયો છે.
તેમાં નોન-બેન્કીંગ ફાયનાન્સીયલ કંપનીઓ જેનો ફાળો પણ મોટો છે ત્યાં પર્સનલ લોન તો રોકેટ ગતિએ વધી છે. 2022/24 ના નાણાકીય વર્ષમાં હજું છ માસ થયા છે તે સમયે ગુજરાતમાં પર્સનલ લોન મંજુરી રૂા.2929.29 કરોડ થઈ છે જે 2020-21ના આ જ સમયગાળામાં રૂા.1101.39 કરોડ હતી.રાજયની ફાયનાન્સીયલ ડેવલપમેન્ટ કાઉન્સીલના કો-ચેરમેનના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષમાં પર્સનલ લોનનું પ્રમાણ વધવા લાગ્યું છે અને તેમાં બેન્કો તથા નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓનો પણ મોટો ફાળો છે. તેઓનું અનુમાન છે. આર્થિક રીતે આશાવાદ નજરે ચડે એટલે આ પ્રકારની લોનનું પ્રમાણ વધે છે.લોકો પર્સનલ લોન હવે તેમના ડેસ્ટીનેશન વેડીંગ એટલે કે ભભકાભર્યા- દુરના સ્થળો પરથી લગ્નથી લઈને પ્રવાસન અને ઘરના રીપેરીંગ- લકઝરી ખરીદી અને દેવું ચુકવવા માટે પણ લઈ રહ્યા છે.

Read Saurashtra Kranti E-Paper here

પર્સનલ લોન એ ક્રેડીટકાર્ડ બાદની બીજી મોંઘી લોન ગણવામાં આવે છે અને તેમાં માસિક હપ્તા પણ ઉંચા જ હોય છે. જેઓ શિક્ષણ લોન મેળવવા માંગતા હોય તેઓને બેન્કો અનેક વખત ગુંચવાડામાં નાખીને પર્સનલ લોન પણ આપી દે છે જે તેને ઉંચી કમાણી કરાવે છે. ફરી એક વખત કન્ઝવર્સ આઈટમમાં નાની લોન પણ વધવા લાગી છે. બેન્કોને હાલ વધતા વ્યાજદરના કારણે તેની થાપણો પર ઉંચુ વ્યાજ ચુકવવુ પડે છે જેની સામે મોટો ઉદ્યોગીક તથા હાઉસીંગ સહિતની લોનમાં સ્પર્ધાત્મક સ્થિતિ છે તેથી તેઓ તેના માર્જીન જાળવવા પણ પર્સનલ લોન પોર્ટફોલીયો વધારવા માંગે છે. નાની એનબીએફસી કંપનીઓ તો ‘શાહુકાર’ ની માફક તાત્કાલીક પર્સનલ લોન આપે છે અને તેઓ ઉંચા માર્જીનમાં તેનો વસુલાત ખર્ચ પણ વસુલી લે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here