ક્રિકેટ ઇતિહાસમાં ર૦૦૦ થી વધુ રન બનાવવાનો રેકોર્ડ સર્જતા ક્રિકેટરો વિરાટ કોહલી

ક્રિકેટ ઇતિહાસમાં ર૦૦૦ થી વધુ રન બનાવવાનો રેકોર્ડ સર્જતા ક્રિકેટરો વિરાટ કોહલી
ક્રિકેટ ઇતિહાસમાં ર૦૦૦ થી વધુ રન બનાવવાનો રેકોર્ડ સર્જતા ક્રિકેટરો વિરાટ કોહલી
વિરાટ કોહલીએ વર્ષ 2023માં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં કોઈ અન્ય બેટ્સમેન બનાવી શક્યો નથી. કિંગ કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વાર 2000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તે આ રેકોર્ડ બનાવનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. કોહલીએ રેકોર્ડ સાતમીવાર એક વર્ષમાં 2000થી વધુ રન ફટકાર્યા છે.વર્ષ 2023માં 2000થી વધુ રન બનાવ્યા બાદ વિરાટ કોહલી કેલેન્ડર વર્ષમાં સાત વાર 2000 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.કોહલીએ સૌપ્રથમ વર્ષ 2012માં 2000થી વધુ રન કેલેન્ડર વર્ષમાં બનાવ્યા હતા. વર્ષ 2012માં વિરાટે 2186 રન બનાવ્યા હતા.કારકિર્દીમાં બીજી વાર વર્ષ 2014માં કેલેન્ડર વર્ષમાં વિરાટે 2000થી વધુ રન બનાવ્યા હતા. વર્ષ 2014માં કોહલીએ 2286 રન બનાવ્યા હતા.

Read National News : Click Here

વિરાટ કોહલીએ વર્ષ 2016 થી 2019 દરમિયાન સતત ચાર વર્ષ 2000થી વધુ રન એક કેલેન્ડર વર્ષમાં બનાવ્યા છે. તેણે 2016માં 2595 રન, 2017માં 2818 રન, 2018માં 2735 રન અને 2019માં 2455 રન બનાવ્યા હતા. વર્ષ 2020, 2021 અને 2022 એમ સતત ત્રણ વર્ષ વિરાટ માટે એવરેજ રહ્યા હતા, જોકે ત્રણ વર્ષ બાદ વર્ષ 2023માં વિરાટે જોરદાર પ્રદર્શન કરતા ફરી એક કેલેન્ડર વર્ષમાં 2000થી વધુ રન પૂર્ણ કર્યા હતા. કોહલીએ વર્ષ 2023માં કુલ 2048 રન બનાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here