એઇમ્‍સ સુધી પહોંચવામાં લોકોને પડતી તકલીફો માટે પરિસરમાં ૩ હેલીપેડ બનાવવા મુખ્‍યમંત્રીનો આદેશ

એઇમ્‍સ સુધી પહોંચવામાં લોકોને પડતી તકલીફો માટે પરિસરમાં ૩ હેલીપેડ બનાવવા મુખ્‍યમંત્રીનો આદેશ
એઇમ્‍સ સુધી પહોંચવામાં લોકોને પડતી તકલીફો માટે પરિસરમાં ૩ હેલીપેડ બનાવવા મુખ્‍યમંત્રીનો આદેશ
 મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં રાજકોટ ખાતે નિર્માણાધીન એઇમ્‍સ હોસ્‍પિટલની ઉચ્‍ચસ્‍તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.એઇમ્‍સ પરિસર ખાતે યોજાયેલી આ બેઠકમાં મુખ્‍યમંત્રીશ્રી એઇમ્‍સના તમામ ઘટકોની કામગીરીની ઝીણવટભરી બાબતોથી માહિતગાર થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી સત્‍વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્‍થા હોવાથી પરિસરમાં ૩ હેલીપેડ બનાવવા તેમણે સ્‍થળ પર જ આદેશો આપ્‍યા હતા. શહેરમાંથી વિવિધ રસ્‍તે એઇમ્‍સ સુધી પહોંચવા માટે નાગરિકોને પડતી તકલીફોનું યોગ્‍ય નિરાકરણ કરવા પણ મુખ્‍યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તેનું તાત્‍કાલિક નિવારણ કરવા અંગત રીતે ધ્‍યાન દોરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. એઇમ્‍સ ખાતે અત્‍યાર સુધી કરાયેલા આરોગ્‍ય કેમ્‍પની માહિતી મેળવી જાહેર જનતાના લાભાર્થે વધુ ને વધુ આરોગ્‍ય કેમ્‍પનું આયોજન કરવા તેમણે આ બેઠકમાં ભાર મુકયો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ દર ૧૫ દિવસે એઇમ્‍સની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા સૂચન કર્યું હતું

સમીક્ષા બેઠકના પ્રારંભે એઇમ્‍સના એકઝીકયુટીવ ડાઇરેકટર કર્નલ સી.ડી.એસ. કટોચે મુખ્‍યમંત્રીશ્રીને સ્‍મૃતિ ચિન્‍હ આપી આવકાર્યા હતા.  マદ્રૃજ્રાક્રદ્ગક્રઝ્રડૐડજીચઊદ્ગ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર કર્નલ પુનિતકુમાર અરોરાએ પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી મુખ્‍યમંત્રી સમક્ષ એઇમ્‍સની સમગ્ર પરિસ્‍થિતનો ચિતાર રજૂ કર્યો હતો. અને છેલ્લામાં છેલ્લી સ્‍થિતિથી મુખ્‍યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. એઇમ્‍સ હેઠળ કાર્યરત કરાયેલા તમામ પ્રોજેક્‍ટ, પ્રગતિ હેઠળના પ્રકલ્‍પો તથા ભવિષ્‍યના પ્રોજેક્‍ટ વિશેની સમગ્રતયા જાણકારી આ બેઠકમાં દર્શાવાઇ હતી. એઇમ્‍સની નિર્ધારિત કામગીરી પૈકી ૭૩ ટકા કામગીરી સંપન્ન થઇ હોવાનું પણ તેમણે આ તકે જણાવ્‍યું હતું. અને ટેલી મેડીસીન સેવનો વ્‍યાપ સતત વધતો હોવાની આંકડાકીય બાબતો પણ રજૂ કરી હતી.કલેકટરશ્રી પ્રભવ જોષીએ મુખ્‍યમંત્રીશ્રીને માહિતી આપતાં કહયું હતું કે, એઇમ્‍સ માટેની અંદાજે ૨૦૦ એકરથી વધુ પૈકીની ૯૦ ટકા જમીન સરકારી હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન મહદ અંશે નિવારી શકાયો છે. એઇમ્‍સની નજીકના ખંઢેરી અને પરાપીપળિયા ગામોના નાગરિકોએ જમીન સંપાદન માટે આપેલા સહકારની સરાહના કરી હતી.

આ બેઠકમાં એઇમ્‍સની તાજેતરની પ્રગતિ હેઠળની કામગીરી જેમકે ઇમારતો, ફર્નિચર, તબીબી ઉપકરણો, ઇ-સંજીવની સેવા, વિવિધ  ફેકલ્‍ટી, ગુજરાત ગેસ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના માધ્‍યમથી પરિસરમાં થયેલ વૃક્ષારોપણ, કેન્‍ટીન, એ.ટી.એમ., જનઔષધિ સ્‍ટોર, હોસ્‍પિટલ બ્‍લોક, રેસિડેન્‍સીયલ બ્‍લોક, ગેસ્‍ટ હાઉસ, ડાયરેક્‍ટર બંગલોઝ, નર્સિંગ બિલ્‍ડીંગ, આયુષ બિલ્‍ડિંગ, ડાઇનિંગ હોલ, એર કન્‍ડિશનિંગ-ગ્રીડ-પાવર સબ સ્‍ટેશન્‍સ, કલેકટર તરફથી એઇમ્‍સને મળેલી એક એમ્‍બ્‍યુલન્‍સ સહિત કુલ બે એમ્‍બ્‍યુલન્‍સની સવલત વગેરે વિષે આ બેઠકમાં સવિસ્‍તર ચર્ચા કરાઇ હતી. 

Read Saurashtra Kranti E-Paper here

 મુખ્‍યમંત્રીશ્રી તથા તમામ મહાનુભાવોએ કાન-નાક-ગળા (ENT), નેત્ર વિભાગ, દંત ચિકિત્‍સા વિભાગ અને આપતકાલીન વિભાગની મુલાકાત લઇ દર્દીઓને ઉચ્‍ચસ્‍તરીય તકનીકી અને તબીબી સાધનો તેમજ ડિજિટલ ટેક્‍નોલોજી પ્‍લેટફોર્મ જેમ કે ‘ઇ-સંજીવની’ દ્વારા આપવામાં આવતી સારવાર અને આયુષમાન ભારત ડિજિટલ મિશન હેઠળ બનાવવામાં આવતા ABHAI (Ayushman Bharat Health Account)ની સવલતોનું  પ્રત્‍યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ ઓ.પી.ડી. વિભાગની મુલાકાતની સાથેસાથે ઇન  પેશન્‍ટ વિભાગ (આઈ.પી.ડી)ની પણ મુલાકાત લીધી હતી મુખ્‍યમંત્રીશ્રીએ સેફટી કેપ સાથે સમગ્ર પ્રોજેક્‍ટની માહિતી મેળવી અહીં સારવાર અર્થે દાખલ થનાર દર્દીઓ માટે કરવામાં આવેલી બેડ તેમજ ઓપરેશન થિયેટરની વ્‍યવસ્‍થાપનની વિગતો રસ પૂર્વક જાણી હતી.

આ બેઠકમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સંસદસભ્‍યો શ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યોશ્રી દર્શિતાબેન શાહ અને શ્રી દુર્લભજીભાઇ દેથરીયા, મેયરશ્રી પ્રદિપ ડવ, પોલિસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ,  રાજકોટ ગ્રામ્‍યના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ તથા એઇમ્‍સના તબીબો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here