JIO Air Fiberની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે JIO પોતાની આ પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની વાર્ષિક AGMમાં આ બાબતે જાહેરાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
5G નેટવર્ક અને શ્રેષ્ઠ વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવામાં આવશે. Jioની આ જાહેરાત બાદ ઈન્ટરનેટ સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ JIO આ સેવાથી શું ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે?JIO Air Fiber ગણેશ ચતુર્થીના શુભ અવસર પર એટલે કે ૧૯ સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે કંપની JIO Air Fiber દ્વારા વાયરલેસ બ્રોડબેન્ડ સેવા આપશે. તે વાયરલેસ ડોંગલની જેમ કામ કરે છે પરંતુ ઇન્ટરનેટની સ્પીડ ઘણી ઝડપી હોય છે. આ માટે કોઈપણ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. તે સરળતાથી સ્થાપિત થાય છે.
હાલમાં કંપનીઓના ઓપ્ટિક વાયર ટેકનોલોજી પર આધારિત ફાઈબર શહેરો પૂરતાં જ મર્યાદિત છે, પરંતુ એર ફાઈબર કોઈપણ વાયર વગર હાઈ સ્પીડ ઈન્ટરનેટ પૂરું પાડે છે. આવી સ્થિતિમાં એર ફાઈબર દ્વારા દેશના અંતરિયાળ અને દૂર-દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.સરળ રીતે સમજો JIO Fiber ૧ કરોડથી વધુ જગ્યાઓ ઓપ્ટિકલ ફાઈબર સર્વિસ, JIO ફાઈબર સાથે જોડાયેલ છે.Jio ફાઈબર એર દ્વારા ૨૦ કરોડ ઘર અને પરિસર સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યું છે.Jio Air Fiberના આગમન સાથે, JIO દરરોજ ૧.૫ લાખ નવા ગ્રાહકો ઉમેરી શકશે.
Read Saurashtra Kranti E-Paper here
Jioનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં ૧૫ લાખ કિલોમીટરમાં ફેલાયેલું છે.સરેરાશ, ઓપ્ટિકલ ફાઈબરનો ગ્રાહક દર મહિને ૨૮૦ GB કરતાં વધુ ડેટા વાપરે છે, જે Jioંના માથાદીઠ મોબાઈલ ડેટા વપરાશ કરતાં ૧૦ ગણો વધુ છે.ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, Jio એ 5G નેટવર્ક, એજ કમ્પ્યુટિંગ અને એપ્લિકેશનને જોડીને એક વ્યાપક પ્લેટફોર્મ બનાવ્યું છે.JIO True 5G લેબ’માં અમારા ટેક્રોલોજી ભાગીદારો ઉદ્યોગ-વિશિષ્ટ સોલ્યુશન્સ વિકસાવી, પરીક્ષણ અને સહ-નિર્માણ કરી શકે છે.Jio True 5G લેબ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક, નવી મુંબઈમાં સ્થિત હશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here