જો આપ અલગ અલગ કામ માટે અલગ અલગ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી પરેશાન થઈ ગયા હોવ તો હવે ચિંતા કરતા નહીં, કારણ કે આ તકલીફ હવે એક ઓક્ટોબરથી દૂર થઈ જશે. હવે આપની પાસે જો બર્થ સર્ટિફિકેટ હશે, તો તેનાથી જ બધા કામ થઈ જશે.
Visit Saurashtra Kranti Homepage here
પછી આપને સ્કૂલ કોલેજમાં એડમિશન લેવાનું હોય, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ બનાવવાનો હોય. મતદાર યાદીમાં નામ જોડવાનું હોય, આધાર અથવા મેરેજ સર્ટિફિકેટ કરાવાનું હોય, એટલું જ નહીં સરકારી નોકરી માટે પણ તે કામમાં આવશે.સરકારનો દાવો છે કે, તેનાથી નાગરિકોના જન્મ અને મૃત્યુ વિશે વધારે સટીક અને વિશ્વસનિય જાણકારી મળી જશે. આ ઉપરાંત તેના દ્વારા લોકોને વિવિધ સરકારી સેવાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે. સરકાર બર્થ સર્ટિફિકેટની પ્રક્રિયા પણ પહેલાથી સરળ બનાવવા જઈ રહી છે. જેથી તેને મેળવવામાં લોકોને કોઈ તકલીફ ન પડે.કેન્દ્ર સરકાર તેને ચોમાસું સત્રમાં જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન પર બિલ લઈને આવી હતી. કાયદો બન્યા બાદ તે ૧ ઓક્ટોબરથી લાગૂ થઈ જશે. ત્યાર બાદ લોકો તેને ઉપયોગ વિવિધ સેવાઓ માટે સિંગલ ડોક્યુમેન્ટ તરીકે કરી શકશે. તેનો ઉપયોગ કરીને સ્કૂલ-કોલેજમાં એડમિશનથી લઈને સરકારી નોકરી મોટી અરજી પણ કરી શકશે.
Read Saurashtra Kranti E-Paper here
એક ઓક્ટોબરથી ફક્ત બર્થ સર્ટિફિકેટથી સ્કૂલ-કોલેજમાં એડમિશન, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર યાદીમાં નામ જોડવા, આધાર અથવા મેરેજ રજિસ્ટ્રેશન વગેરે કામ થઈ જશે. આ ઉપરાંત સરકારી નોકરી માટે આ કામમાં આવશે.રજિસ્ટ્રાર જનરલ અને મતગણતરી આયુક્ત મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા જાહેર કરવામાં આવેલ એક નોટિફિકેશન અનુસાર, જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન અધિનિયમ ૨૦૨૩ની કલમ ૧ની ઉપ ધારા (૨) દ્વારા પ્રદત શક્તિઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર એ નક્કી કરે છે કે, એક ઓક્ટોબર ૨૦૨૩ના અધિનિયમની જોગવાઈ લાગૂ થઈ જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here