ભારતીય ફિલ્મ RRR ના ‘નાટુ-નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ એવોર્ડ મળ્યો .’નાટુ-નાટુ’ એ અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ જીત્યો હતો. આરઆરઆરનું ‘નાટુ-નાટુ’ ગીત લખનારા ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ઓસ્કર સમારંભમાં ટ્રોફી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here
આ વરસે દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરઆરને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. RRRએ પહેલી ભારતીય ફિલ્મ હતી જેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. આ એવોર્ડ જીતીને RRRએ ભારતને ગૌરવ અપાવ્યું હતું.આ પહેલા કાલ-રાહુલે આરઆરઆરના ગીત ‘નાટુ-નાટુ’ પર લાઇવ પર્ફોમન્સ આપ્યું હતું. પરફોર્મન્સ શરૂ થતાં જ દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
લોસ એન્જલસમાં યોજાઈ રહેલા આ એવોર્ડ શોમાં હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લૂકમાં સ્ટાર્સે શેમ્પેઇન કલર કાર્પેટમાં એન્ટ્રી કરી હતી. આ વખતે રેડ કાર્પેટને સેરેમનીમાં સ્થાન આપવામાં આવ્યું નથી.ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તેનું દિગ્દર્શન કાર્તિકેયી ગોન્સાલ્વેસ દ્વારા કરવામાં આવ્યું છે અને ગુનીત મોંગા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. “બે મહિલાઓએ ભારત માટે આ કામ કર્યું છે. હું હજી પણ તેના પર વિશ્વાસ કરી શકતો નથી.
Read About Weather here
ગુનીત મોંગાએ ઓસ્કર જીતવા પર આ વાત કહી નિર્માતા ગુનીત મોંગાએ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ને ઓસ્કર એવોર્ડ જીતવા પર ખુશી વ્યક્ત કરી છે. ભારતનો આ પહેલો ઓસ્કર છે જે આ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. તમામનો આભાર વ્યક્ત કરતા ગુનીતે મહિલાઓને સપના જોવાનો પણ મેસેજ આપ્યો છે.આ વખતે ભારતમાંથી ત્રણ નોમિનેશન છે. શ્રેષ્ઠ મૂળ ગીત માટે ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુ, અને ઓરિજિનલ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ધ એલિફન્ટ વ્હીસ્પર્સને ઓસ્કર મળ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here