‘RRR’ ફિલ્મએ ભારતમાં જબરજસ્ત બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ જાપાનમાં 240 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. 17 દિવસમાં આ ફિલ્મે ઇન્ડિયન કરન્સીમાં અંદાજે 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મે આમિર ખાનની ‘3 ઇડિયટ્સ’ને પછાડીને જાપાનમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રથમ તથા બીજા નંબરે 24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ ‘મુથુ’ તથા રાજમૌલિની ફિલ્મ ‘બાહુબલી 2’ છે. ‘RRR’ ફિલ્મના કલાકારો રામચરણ તથા જુનિયર NTRએ જાપાનમાં ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કર્યું હતું. જાપાનમાં ઇન્ડિયન ફિલ્મની કમાણીની વાત કરીએ તો 24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ ‘મુથુ’ 22 કરોડ રૂપિયા સાથે આજે પણ ટોપ પર છે. ‘બાહુબલી 2’ બીજા નંબર પર છે. 9 કરોડની કમાણી સાથે ‘3 ઇડિયટ્સ’ ત્રીજા સ્થાને હતી, પરંતુ ‘RRR’ 10 કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાને આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here