OMG ..! ૧૮ લાખમાં વેચાયો આ બળદ, રેસમાં જીત્‍યો ૩ બાઈક, ૪૦ ગ્રામ સોનું અને ૧૦ લાખનું ઈનામ …

OMG ..! ૧૮ લાખમાં વેચાયો આ બળદ, રેસમાં જીત્‍યો ૩ બાઈક, ૪૦ ગ્રામ સોનું અને ૧૦ લાખનું ઈનામ ...
OMG ..! ૧૮ લાખમાં વેચાયો આ બળદ, રેસમાં જીત્‍યો ૩ બાઈક, ૪૦ ગ્રામ સોનું અને ૧૦ લાખનું ઈનામ ...

બળદ ખેડૂતોના મિત્રો કહેવાય છે. જો કે, આ બળક ખરીદવા જઈએ તો તે ઊંચી કિંમતે વેચાય છે. આ બળદ ૧દ્મક દોઢ લાખની કિંમતમાં વેચાતા હોય છે. જયારે બીજી તરફ કર્ણાટકના ગુમ્‍મટનગરી વિજયપુર જિલ્લાના એક બળદની કિંમત કારથી પણ વધારે આંકવામાં આવી હતી. હિન્‍દુસ્‍તાન એચપીના નામથી રેસ ઉતરીને સફળતા પ્રાપ્ત કરનારો આ બળદ હવે કારથી પણ મોંઘી કિંમતે વેચાયો છે. જેને લઈને ઘણા લોકોને આશ્વર્ય થયું છે. આપને જાણીને નવાઈ લાગશે પણ આ બળદ ૧૮ લાખ રૂપિયામાં વેચાયો છે.

OMG ..! ૧૮ લાખમાં વેચાયો આ બળદ, રેસમાં જીત્‍યો ૩ બાઈક, ૪૦ ગ્રામ સોનું અને ૧૦ લાખનું ઈનામ … બળદ

વિજયપુર જિલ્લાના બબલેશ્વર તાલુકાના હોલે બાબાલાડી ગામના ૬ વર્ષિય બળદ સિદ્દના ગૌડા પાટિલે ૧૮ લાખ ૧ હજાર રૂપિયામાં બળદ વેચવાનો રેકોર્ડ બનાવ્‍યો છે. થોડા દિવસ પહેલા બેલગાવી જિલ્લાના રાયભાગા તાલુકાના ઈટનાલા ગામમાં ખેડૂત સદાશિવ ડાંગે ૧૮ લાખ રૂપિયામાં એક બળદ ખરીદ્યો હતો. બળદ વિશે પહેલાથી જાણકારી ધરાવતા સદાશિવ ડાંગે હતાશ થઈ ગયા અને તેમણે કહ્યું કે, આ બળદને ૧૮ લાખ ૧ હજાર રૂપિયામાં ખરીદી લીધો.

OMG ..! ૧૮ લાખમાં વેચાયો આ બળદ, રેસમાં જીત્‍યો ૩ બાઈક, ૪૦ ગ્રામ સોનું અને ૧૦ લાખનું ઈનામ … બળદ

૧૮ લાખની રેકોર્ડ કિંમતે વેચાયેલા આ બળદનું નામ હિન્‍દુસ્‍તાન એચપી રાખ્‍યું છે. સાથે જ તેમણે આ બળદને ઘરે રાખ્‍યો છે, જેને તેઓ દીકરાની માફક ઉછેરે છે. ત્રણ વર્ષ પહેલા સિદ્દંગા ગૌડાએ તેને વિજયપુર જિલ્લાના કોરટી કોલ્‍હારાથી ૧ લાખ ૫ હજાર રૂપિયામાં ખરીદીને લાવ્‍યા હતા. બળદ ખરીદ્યાના ત્રણ વર્ષની અંદર હિન્‍દુસ્‍તાન એચપી ૧૮ લાખમાં વેચીને રેકોર્ડ બનાવ્‍યો હતો.

આ બળદે બળદગાડાની હરીફાઈમાં મોટી સફળતા મેળવી હતી. ત્રણ વર્ષ પહેલા એક બળદ ખરીદનારા સિદ્દાન ગૌડાએ તેને ૧ મહિના સુધી ટ્રેનિંગ આપી હતી અને તેને પ્રતિયોગિતાઓમાં ભાગ લેવા લઈ જતાં હતા. બાગલકોટ જિલ્લાના મુધોલાના તાલુકાના મુદ્દપુર ગામમાં આયોજીત તેરેબંદે પ્રતિયોગિતામાં તેણે પહેલી વાર બીજુ સ્‍થાન મેળવ્‍યું અને ૨૦,૦૦૦નું ઈનામ જીત્‍યું. તેણે અનેક હરીફાઈમાં પુરસ્‍કાર જીતી આપ્‍યા છે.

રાજય અને રાજયની બહાર આયોજીત તેરે બંદે હરીફાઈમાં હિન્‍દુસ્‍તાન એચપીએ પોતાની આગવી ઓળખાણ ઊભી કરી છે. હિન્‍દુસ્‍તાન એચપી બળદગાડાની રેસમાં ભાગી લીધો હતો. તેથી બાકીના બળદના માલિક ગભરાઈ જતાં. કેમ કે હિન્‍દુસ્‍તાન એચપી આ બધા બળદને ટક્કર આપતો હતો.

હિન્‍દુસ્‍તાન એચપીએ બગલકોટ, યાદગિરી, બેલગામ, વિજયપુર અને પાડોશી રાજય મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જટ્ટા સહિત કેટલીય જગ્‍યા પર આયોજીત તેરેબંદે હરીફાઈમાં ભાગી લીધો. અત્‍યાર સુધીમાં ત્રણ બાઈક, ૪૦ ગ્રામ સોનું, ૨ ચાંદીની ગદા અને ૧૦ લાખ રૂપિયાથી વધારે રકમ ઈનામમાં જીતી ચુક્‍યો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here