દરેક ક્ષેત્રમાં રિલાયન્સ જે રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે. તેની સાથે સમાજન અને પર્યાવરણ ની જાળવણીમાં પણ રિલાયન્સ પાછળ રહ્યું નથી. જામનગર ખાતે જે રીતે પાણી સંગ્રહાલય બનાવવાનો નિર્ધાર રિલાયન્સ દ્વારા કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
તેવી જ રીતે હવે રિલાઇન્સ ની એનજીઓ ગ્રીન ઝોલોજીકલ રેસ્ક્યુ એન્ડ રીહેબલીએશન સેન્ટર સોસાયટી કેવડિયા ઝુ સફારીનું સંપૂર્ણ સંચાલન કરશે તેવી વાત સામે આવી રહી છે. એટલું જ નહીં સરકાર પણ કંપની સાથે આ મુદ્દે વાટાઘાટો શરૂ કરી દીધા છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે કેવડિયા સફારીનું સંપૂર્ણ સંચાલન અને તેનું સંવર્ધન રિલાયન્સની એનજીઓ દ્વારા કરવામાં આવશે.375 એકર માં ફેલાયેલા આઝુમાં ૯૦ જેટલા પ્રાણી, પક્ષીઓ અને વન્ય જીવ સૃષ્ટિ વસવાટ કરે છે. રિલાયન્સ જો આ સફારી પાર્કનું સંચાલન કરે તો આવનારા સમયમાં આ જૂને એક્સટેન્ટ પણ કરવામાં આવી શકે છે સાથોસાથ જગ્યાની માલિકી સ્ટેચ્યુ યુનિટી હસ્તક જ રહેશે માત્ર ને માત્ર સંપૂર્ણ સંચાલન કરવાનું રહેશે જે અંગે હાલ કંપની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ ના એનજીઓને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પરવાનગી મળી ગઈ છે જે મુજબ તેઓ જામનગરમાં અઢીસો એકરમાં ખાનગી પ્રાણી સંગ્રહાલય ઊભું કરશે. રિલાયન્સ નું એનજીઓ હાથી અને દીપડાના રેસ્ક્યુપાર્ક માટે પણ કાર્ય કરી રહ્યું છે.
Read About Weather here
પરંતુ રિલાયન્સ ના ડાયરેક્ટર પરિમલ નથ વાણીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો નથી પરંતુ સરકાર આ મુદ્દે કંપની સાથે ચર્ચા વિચારણા કરી રહી છે . કેવડિયા ઝૂ સફારી ને રિલાયન્સ ની એનજીઓ દ્વારા સતત ટેકનિકલ અને ઓપરેશનલ માર્ગદર્શન ગત વર્ષના સપ્ટેમ્બર મહિનાથી જ આપવામાં આવી રહ્યું છે ત્યારે આવનારા નજીકના સમયમાં જ રિલાઇન્સ આ સફારી પાર્કનો સંચાલન સંભાળે તો નવાઈ નહીં. સામે સફારી પાર્કમાંથી ઉભો થતો નફો સરકાર અને રિલાયન્સના એનજીઓ વચ્ચે વિભાજીત કરવામાં આવશે અને તે કેટલા ટકાવા વિભાજીત કર્યા છે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here