“વાહ શું મેચ હતી…” IND vs PAK T20 વર્લ્ડ કપ

"વાહ શું મેચ હતી..." IND vs PAK T20 વર્લ્ડ કપ
"વાહ શું મેચ હતી..." IND vs PAK T20 વર્લ્ડ કપ

IND vs PAK T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું,બોલિવૂડ સ્ટાર્સે ભારત-પાક મેચમાં ભારતની જીત પર ઝૂમ્યા

ગયા રવિવારે T-20 વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો પરંતુ ફરી એકવાર ભારત મોટી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન પર વર્ચસ્વ જમાવવામાં સફળ રહ્યું. પરિણામ આવ્યા બાદ બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ જીત માટે ભારતીય ટીમના વખાણ કર્યા.

ટી20 વર્લ્ડ કપ-2024ની ગ્રૂપ સ્ટેજની મેચ આજે ભારતીય ટીમ પાકિસ્તાન સામે 19 ઓવરમાં 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.જેની સામે પાકિસ્તાન 120 રનના લક્ષ્યાંકને પાર કરવા માટે મેદાનમાં ઉતરી હતી. શરૂઆત મજબૂત કરી હતી પરંતુ ભારતના બોલરોએ દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાન ટીમને 6 રનથી હરાવી શાનદાર જીત મેળવી હતી.

ભારતની શાનદાર બોલિંગ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર આજે વધારે ખાસ દમ દેખાડી શક્યા ન હતા ત્યારે એક સમયે લાગતું હતું કે ભારત માટે જીતના કોઈ અણસાર દેખાતા ન હતા. પરંતુ ભારતના બોલરોએ જોરદાર પ્રદર્શન કરતા મેચની બાજી જીતમાં પલટી નાખી હતી. ટીમ ઈંડિયા તરફથી સૌથી વધુ 3 વિકેટ જસ્પ્રીત બુમરાહે લીધી હતી. તેને મેન ઓફ ધ મેચ પણ અપાઈ હતી. બીજી બાજુ હાર્દિક પંડ્યાએ 2 વિકેટ, જ્યારે અર્શદીપ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાને શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમ ઇન્ડિયાના બોલરો સામે વધારે ટકી શક્યા ન હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન (31) મોહમ્મદ રીઝવાનના હતા જ્યારે બાકીના ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા હતા.

ટીમ ઈન્ડીયાની બેટિંગ

ટીમ ઈન્ડિયાના માત્ર અક્ષર પટેલ અને ઋષભ પંત સિવાય બાકીના તમામ ખેલાડીઓ સસ્તામાં પેવેલીયન ભેગા થઈ ગયા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી નશીમ શાહ અને હરીશ રાઉફે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા વરસાદ પડવાના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. ત્યારબાદ વરસાદ બંદ થતા મેચ શરૂ કરાઈ હતી અને પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ

T20 વર્લ્ડ કપની પીચ પર ભારત અને પાકિસ્તાનની ટીમો 8મી વખત આમને-સામને થશે. આ પહેલા રમાયેલી 7 મેચમાં ભારતીય ટીમે 6 વખત જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાન 2021ના T20 વર્લ્ડ કપમાં માત્ર એક જ વાર જીત્યું છે.