વડોદરા:છોડને પાણી મળતું રહે તે મુજબના ટ્રીગાર્ડ એટલે કે સેલ્ફ વોટરિંગ ટ્રીગાર્ડ મુકાશે

વડોદરા:છોડને પાણી મળતું રહે તે મુજબના ટ્રીગાર્ડ એટલે કે સેલ્ફ વોટરિંગ ટ્રીગાર્ડ મુકાશે
વડોદરા:છોડને પાણી મળતું રહે તે મુજબના ટ્રીગાર્ડ એટલે કે સેલ્ફ વોટરિંગ ટ્રીગાર્ડ મુકાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડની સાઈડમાં અને રોડ ડિવાઇડર પર તેમજ જાહેર સ્થળોએ વૃક્ષારોપણ ની કામગીરી કરવામાં આવે છે. વૃક્ષારોપણ બાદ ઢોર તેમજ અન્ય પ્રકારના નુકસાનથી છોડને બચાવવા માટે લોખંડની જાળીવાળા ટ્રીગાર્ડનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

હવે તેના સ્થાને છોડને પાણી મળતું રહે તે મુજબના ટ્રી ગાર્ડ એટલે કે સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડ મુકવાનું નક્કી થયું હતું.અગાઉ 1000 આવા ટ્રીગાર્ડ ખરીદ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે પણ 10 લાખની ખર્ચની મર્યાદામાં આ પ્રકારના ટ્રી ગાર્ડન ખરીદવા નક્કી કરાયું છે. આ ટ્રીગાર્ડની વિશેષતા એ છે કે એક વખત તે લગાવી દેવાયા બાદ છોડના મૂળ પાસે 10 દિવસ સુધી ભેજ રહે છે. ટ્રીગાર્ડમાં પાણીની કેપેસિટી 15 લિટરની હોય છે, અને ચાર કલાકની અંદર પ્લાન્ટના મૂળ સુધી પાણી ડિસ્ચાર્જ થાય છે. ટ્રીગાર્ડમાં દર 15 દિવસે 15 લીટર પાણી ભરવાનું રહે છે. જેથી છોડને સતત પાણી અને ભેજ મળતો રહે છે. આ ટ્રીગાર્ડની લંબાઈ 8 ફૂટની અને જાડાઈ 25 સેન્ટીમીટર હોય છે.

Read About Weather here

જ્યારે આ ટ્રીગાર્ડ ફીટ કરવામાં આવે ત્યારે ખાડા ખોદતી વખતે ખાડામાં 25 લીટર પાણી ભરી દેવાનું રહે છે. કોર્પોરેશન 1650 ના ભાવે એક આવા 606 સેલ્ફ વોટરિંગ ટ્રીગાર્ડ દસ લાખના ખર્ચની મર્યાદામાં ખરીદ કરશે અને તે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂર કરવામાં આવી છે. વડોદરામાં સમા તળાવ થી હરણી તરફ જતા રોડ પર, સોમા તળાવ વિસ્તારમાં વગેરે સ્થળે આ પ્રકારના ટ્રી ગાર્ડ મૂકવામાં આવેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here